અડધી રાત્રે MLA ને મળવા પહોંચ્યા આદિત્ય ઠાકરે, આખી રાત હોટલમાં જ રહ્યા

News18 Gujarati
Updated: November 10, 2019, 3:26 PM IST
અડધી રાત્રે MLA ને મળવા પહોંચ્યા આદિત્ય ઠાકરે, આખી રાત હોટલમાં જ રહ્યા
અડધી રાત્રે MLA ને મળવા પહોંચ્યા આદિત્ય ઠાકરે

તે બાદ મહારાષ્ટ્ર (Maharashtra) માં શિવસેના એ પોતાના વિધાયકોને એક હોટલમાંથી બીજી હોટલમાં શિફ્ટ કરી દીધા છે.

  • Share this:
મુંબઈ- મહારાષ્ટ્ર (Maharashtra) ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) એ વિધાનસભા ચૂંટણી પછી પ્રદેશમાં સૌથી મોટી પાર્ટી સ્વરૂપે સામે આવી ભાજપ (BJP) ની સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. તે બાદ મહારાષ્ટ્ર (Maharashtra) માં શિવસેના એ પોતાના વિધાયકોને એક હોટલમાંથી બીજી હોટલમાં શિફ્ટ કરી દીધા છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે અડધી રાત્રે હોટલમાં પોતાના વિધાયકોની મુલાકાત લેવા પહોંચ્યા.

માહિતી અનુસાર, ભાજપા દ્વારા હૉર્સ ટ્રેડિંગના ડરને જોતાં જ શિવસેનાએ પોતાના તમામ વિધાયકોને બાંદ્રાના રંગશરદા હોટલથી મલાડની રિટ્રિટ હોટેલમાં શિફ્ટ કરવામાં આવી છે. આદિત્ય આખી રાત હોટેલમાં રોકાયા અને વિધાયકોની સાથે વાતચીત કરી. તે પહેલા કોંગ્રેસના લોકોએ પણ ભાજપા પર પોતાના વિધાયકોને પોતાની તરફ ખેંચવાનો આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસે વિધાયકોને જયપુર મોકલ્યા

આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સરકાર ગઠનનું સંકટ અકબંધ છે. ત્યાં જ શિવસેના બાદ કોંગ્રેસે પણ પોતાના વિધાયકોને મુંબઈથી જયપુર મોકલી દીધા છે. દરેક કોંગ્રેસ વિધાયકો જયપુરના એક રિસૉર્ટમાં રોકાયા છે. આ દરેકને શુક્રવારે સવારે જ મુંબઈથી જયપુર રવાના કરાયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસને સૂચના મળી હતી કે BJP તેના કેટલાક વિધાયકોના સંપર્કમાં છે. અને તેમને તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ બાદ પોતાના વિધાયકોને તૂટતા બચાવવા માટે કોંગ્રેસે તેમને રાજ્યમાંથી બહાર મોકલવાનો નિર્ણય લીધો.

સીટબેલ્ટ ન પહેરનાર કારચાલકને રોક્યો, તો પીધેલી હાલતમાં પોલીસ પર ચઢાવી દીધી કાર જાણો અયોધ્યામાં વિવાદિત જમીન પર આવેલ નિર્ણય પર વિદેશી મીડિયાએ શું કહ્યું?
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading