Home /News /national-international /શિવસેનામાં વિદ્રોહ, 12 વોટ ક્યાં ગયા? ઉદ્ધવ ઠાકરેએ ઇમરજન્સી મિટિંગ બોલાવી

શિવસેનામાં વિદ્રોહ, 12 વોટ ક્યાં ગયા? ઉદ્ધવ ઠાકરેએ ઇમરજન્સી મિટિંગ બોલાવી

મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદ ચૂંટણીમાં શિવસેનાના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે તે સ્પષ્ટ જોવા મળે છે

maharashtra politics - મહાવિકાસ અઘાડી સરકારમાં શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે (eknath shinde)સહિત શિવસેનાના 11 ધારાસભ્યોનો સુરતમાં ધામા

મુંબઈ : મહારાષ્ટ્રમાં (maharashtra)શિવસેના અને ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray)સરકાર માટે એક મોટો ફટકો સામે આવ્યો છે. મહાવિકાસ અઘાડી સરકારમાં શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે (eknath shinde)સહિત શિવસેનાના 11 ધારાસભ્યોનો પાર્ટી હાઇકમાન્ડ સાથે સંપર્ક થઇ રહ્યો નથી. આ ઘટના ક્રમ મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદ ચૂંટણીના (maharashtra mlc election 2022) એક દિવસ પછી સામે આવ્યો છે. જેમાં ભાજપાએ સત્તામાં રહેલી શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનને જોરદાર ફટકો આપતા 5 સીટ પર જીત મેળવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યો સુરતની હોટલમાં રોકાયેલા છે. સૂત્રોના મતે બધા ધારાસભ્યોએ સોમવારે સાંજે એક ચાર્ટર્ડ ફ્લાઇટથી ઉડાન ભરી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદ ચૂંટણીમાં શિવસેનાના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે તે સ્પષ્ટ જોવા મળે છે. શિવસેના ગઠબંધન પાસે અનુમાનિત વોટ 64 હતા. જેમાં શિવસેના પાર્ટીના 55 વોટ હતા. આ સિવાય નાની પાર્ટી અને કેટલાક અપક્ષ ધારાસભ્યો પણ શિવસેનામાં સંપર્કમાં હતા. જોકે શિવસેનાને ચૂંટણીમાં ફક્ત 52 વોટ મળ્યા છે. આ તેના સંખ્યા બળ કરતા 12 વોટ ઓછા છે. જેથી ઘણા સવાલ ઉભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: શિવસેનાના એકનાથ શિંદે સહિત 10થી વધુ નારાજ ધારાસભ્યો સુરત પહોંચ્યા

શિવસેનામાં વિદ્રોહની આશંકા વચ્ચે સંજય રાઉત આજે વિપક્ષી પાર્ટીઓની મિટિંગમાં સામેલ થશે નહીં. આ મિટિંગ શરદ પવારે બોલાવી છે. બીજી તરફ બપોરે 12 વાગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મિટિંગ બોલાવી છે. જેમાં બધા ધારાસભ્યોને હાજર રહેવાનો સખત આદેશ આપવામાં આવ્યો છે.



હોટલમાં જવાની મંજૂરી નહીં

શિવસેનાના 11 જેટલા ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે ત્યાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં કોઈને પણ જવા દેવાની મંજૂરી નથી. તમામ ધારાસભ્યો મોડી રાત્રે જ અહીં પહોંચ્યા હોવાના અહેવાલ છે. તમામ ધારાસભ્યો ડુમસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં બંધ છે. પોલીસ હાલ કોઈ પણ વ્યક્તિને બેરિકેડથી અંદર જવા દેતી નથી. એવી ચર્ચા છે કે મોડી રાતથી અહીં બેઠકનો દોર ચાલી રહ્યો છે. તમામ ધારસભ્યો ગુજરાતના નેતાઓના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રાજ્યસભા પછી એમએલસી ચૂંટણીમાં પણ બીજપીએ આપ્યો MVA ફટકો

10 જૂને રાજ્યસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનને ચોંકાવીને ભાજપાએ પોતાના ત્રીજા ઉમેદવાર ધનંજય મહાદિતની જીત સુનિશ્ચિત કરી હતી. શિવસેનાના સંજય પવારને હારનો સામનો કરવો પડ્યો હતો. એનસીપી પ્રમુખ શરદ પવારે આ જીતને દેવેન્દ્ર ફડણવીસનો ચમત્કાર ગણાવ્યો હતો.
First published:

Tags: Maharashtra, Shivsena

विज्ञापन