વિધાનસભા ચૂંટણી સમયે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું ફોન ટેપિંગ! મહારાષ્ટ્ર સરકારે આપ્યા તપાસના આદેશ

News18 Gujarati
Updated: January 24, 2020, 12:04 PM IST
વિધાનસભા ચૂંટણી સમયે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું ફોન ટેપિંગ! મહારાષ્ટ્ર સરકારે આપ્યા તપાસના આદેશ
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

ફડણવીસ સરકારે સ્નૂપિંગ સૉફ્ટવેરનું અધ્યયન કરવા માટે ઇઝરાયેલ મોકલેલા અધિકારીઓની શોધખોળ શરૂ

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)નું રાજકીય દંગલ ઘણું બદલાયેલું જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ (Home Minister Anil Deshmukh)એ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર વિપક્ષી નેતાઓના ફોન ટેપિંગનો આરોપ લગાવ્યો છે. દેશમુખે કહ્યું કે કેટલાક અધિકારીઓને સ્નૂપિંગ સૉફ્ટવેરનું અધ્યયન કરવા માટે ઇઝરાયેલ મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ કહ્યું કે ફડણવીસે વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો, ફરિયાદોની તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે.

સાઇબર સેલ તપાસ કરશે

મહારાષ્ટ્ર પોલીસ વિભાગના સાઇબર સેલના આ સંબંધમાં તપાસ માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. દેશમુખે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસના સાઇબર સેલને અગાઉની સરકાર દરમિયાન આવેલી ફોન ટેપિંગની ફરિયાદો પર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકાર તે અધિકારીઓની પણ તલાશ કરી રહી છે જેઓને સ્નૂપિંગ સૉફ્ટવેરનું અધ્યયન કરવા માટે ઇઝરાયેલ મોકલવામાં આવ્યા હતા.

સંજય રાઉતે ટ્વિટ કર્યું કે, આપનો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે, હું બાલા સાહેબ ઠાકરેનો ચેલો છું. હું કંઈ પણ છુપાઈને નથી કરતો.કોરેગાંવ હિંસા મામલે બોલાવી હતી મીટિંગ

ગૃહ મંત્રીએ ગુરુવારે વર્ષ 2018માં થયેલી ભીમા કોરેગાંવ હિંસા મામલાની સમીક્ષા માટે મીટિંગ પણ બોલાવી. મીટિંગ માટે પુણે પોલીસના ઉચ્ચ અધિકારીઓને મુંબઈ બોલાવવામાં આવ્યા હતા. અનિલ દેશમુખ તેમની સાથે વાત કરશે. ગૃહ મંત્રીએ આ વિશે કહ્યું કે તેઓ પોલીસને મળેલા પુરાવોના આધારે તેની સમીક્ષા કરશે અને કોઈ પરિણામ સુધી પહોંચશે.

બીજી તરફ રાજ ઠાકરેએ ગુરુવારે બાલ ઠાકરેની જયંતી પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં બે મોટા ફેરફાર કર્યા. તેઓએ દીકરા અમિત ઠાકરેની પાર્ટીમાં એન્ટ્રી કરાવી. બીજી તરફ અધિવેશન દરમિયાન પોતાના જૂના ઝંડાને બદલીને ભગવો ઝંડો કરી દીધો. આ ઝંડામાં સંસ્કૃતમાં 'प्रतिपच्चन्द्रलेखेव वर्धिष्णुर्विश्ववन्दिता, शाहसूनो: शिवस्यैषा मुद्रा भद्राय राजते' શ્લોક લખવા ઉપરાંત શિવાજી મહારાજની મુદ્દા પણ રાખવામાં આવી છે. મનસેએ પોતાનો નવો ઝંડો તે દિવસે લૉન્ચ કર્યો જે દિવસે શિવસેના બાલ ઠાકરેની જયંતી ઉજવી રહી હતી.

આ પણ વાંચો, CAA વિરુદ્ધના પ્રદર્શનો પર પ્રણવ મુખર્જીએ કહ્યું, આંદોલનની લહેર લોકતંત્રના મૂળિયાઓને વધુ મજબૂત કરશે
Published by: Mrunal Bhojak
First published: January 24, 2020, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading