Home /News /national-international /VIDEO: મુંબઈમાં સુરત તક્ષશિલા જેવી ઘટના, 21 માળની ઈમારતમાં આગ લાગતા લોકો બારીમાંથી કુદ્યા

VIDEO: મુંબઈમાં સુરત તક્ષશિલા જેવી ઘટના, 21 માળની ઈમારતમાં આગ લાગતા લોકો બારીમાંથી કુદ્યા

મુંબઈમાં બની તક્ષશિલા જેવી ઘટના

માયાનગરી મુંબઈમાંથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં મલાડ વિસ્તારમાં એક બહુમાળીય ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

    મલાડ: માયાનગરી મુંબઈમાંથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં મલાડ વિસ્તારમાં એક બહુમાળીય ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. જોત જોતામાં આ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે, લોકો બાલ્કનીમાંથી કુદવા લાગ્યા હતા. આ દરમિયાન એક છોકરીએ ઉતાવળમાં ત્રીજા માળની બારીએથી કુદકો મારી દીધો હતો.


    ચિસો પાડી બાલ્કનીમાંથી કુદ્યા લોકો


    હકીકતમાં આ ભયાનક ઘટના મલાડ વિસ્તારની એક રહેણાંક વિસ્તારની 21 માળની ઈમારતમાં આગ લાગી હતી. મલા઼ડ વેસ્ટના જનકલ્યાણનગર માલવણી વિસ્તારમાં આવેલી આ બિલ્ડીંગના ત્રીજા માળ પર શનિવારે અચાનક આગ લાગી ગઈ હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ચિસ અને હાહાકાર મચી ગયો હતો. લોકો જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી કુદ્યા હતા. તો વળી સૂચના મળતા જ ફાયર વિભાગની કેટલીય ગાડીઓ ત્યાં આવી પહોંચી હતી. હાલમાં પોલીસ આગ ઠારવાની કોશિશ કરી રહી છે. ઘટનાસ્થળ પર આઠ ગાડીઓ આગ ઠારવાની કોશિશ કરી રહી છે.

    ઓપરેશન બાદ સર્ચ ઓપરેશન ચાલું


    તો વળી આ મામલાની જાણકારી આપતા તપાસ અધિકારી અને સીએફઓએ જણાવ્યુ છે કે, હાલમાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી આવ્યા. જે છોકરીએ છલાંગ લગાવી હતી, તેને ઈજા થઈ છે. તેને હોસ્પિટલમાં ભરતી કરાવી છે. તો વળી બાકીના લોકો જે બાલ્કનીમાં લટકી રહ્યા હતા, તેમને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા છે. કૂલિંગ ઓપરેશન બાદ સર્ચ ઓપરેશન ત્રીજા માળે છએ અને ઉપરના માળે પણ ચાલી રહ્યું છે. જે બાદ સ્પષ્ટ થશે કે શા કારણે આગ લાગી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Mumbai fire

    विज्ञापन
    विज्ञापन