Home /News /national-international /પતિ-પત્ની ઔર વો! બેવફા પત્નીએ 25 વર્ષના પ્રેમી સાથે હત્યાનું કાવતરું ઘડ્યું; ફિલ્મી ઢબે કરાવી પતિની હત્યા

પતિ-પત્ની ઔર વો! બેવફા પત્નીએ 25 વર્ષના પ્રેમી સાથે હત્યાનું કાવતરું ઘડ્યું; ફિલ્મી ઢબે કરાવી પતિની હત્યા

પતિ-પત્ની ઔર વો

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એક પત્નીએ તેના 25 વર્ષના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી. ઔરંગાબાદ સિટી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સોમવારે પ્રેમીની મદદથી પતિની હત્યા કરવાના આરોપમાં 32 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. બાદમાં પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં મહિલાએ તેના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Aurangabad, India
    ઔરંગાબાદ. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એક પત્નીએ તેના 25 વર્ષના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી. ઔરંગાબાદ સિટી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સોમવારે પ્રેમીની મદદથી પતિની હત્યા કરવાના આરોપમાં 32 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. બાદમાં પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં મહિલાએ તેના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

    TOI અનુસાર, ઘટના વિશે માહિતી આપતાં, પોલીસે કહ્યું કે રવિવારે મોડી રાત્રે, અમે હત્યામાં ભૂમિકા માટે મહિલાના 25 વર્ષીય પ્રેમી સાગર સાલ્વેની ધરપકડ કરી હતી. તેણે મૃતદેહ ફેંકવામાં અને પુરાવા નષ્ટ કરી નાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોપી મહિલાની ઓળખ સારિકા પટણી તરીકે થઈ છે, જ્યારે મૃતકની ઓળખ 45 વર્ષીય વિજય પટણી તરીકે થઈ છે.

    આ પણ વાંચોઃ કોંગ્રેસ સરકારમાં સૈનિકોના શિરચ્છેદ કરવામાં આવ્યા, અમે PAKમાં ઘૂસીને આતંકવાદીઓને ઠાર કર્યા- અમિત શાહ

    મહિલાએ પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં જણાવ્યું હતું કે તેનો પતિ તેને સતત હેરાન કરતો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી મહિલાએ કહ્યું કે તે તેના પતિના ત્રાસથી કંટાળી ગઈ હતી. આ પછી તેણે વિજયને મારવાનું નક્કી કર્યું. આ હત્યા 17 ઓક્ટોબરે કરવામાં આવી હતી અને બીજા દિવસે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

    પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા અને તેનો પતિ છેલ્લા ચાર મહિનાથી અલગ રહેતા હતા. સારિકાએ વિજયને 17મી ઓક્ટોબરે મળવા આવવા કહ્યું જેથી તેઓના મતભેદો ઉકેલી શકાય. આ પછી, 27 ઓક્ટોબરના રોજ, સાતારા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી પસાર થતા ધુળે-સોલાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કંચનવાડીમાં ઝાડીઓમાંથી એક અજાણી અને વિકૃત લાશ મળી આવી હતી.

    મહિલાએ પોતાની કબૂલાતમાં જણાવ્યું છે કે તેણે તેના પતિને દારૂ પીવડાવ્યો હતો અને સંપૂર્ણ નશામાં આવી ગયા બાદ તેણે ધારદાર છરી વડે પતિ પર હુમલો કર્યો હતો. બાદમાં સાલવેની મદદથી લાશને ઝાડીમાં ફેંકી દીધી હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Aurangabad, Crime news, Husband murder

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन