મુંબઈ : મહારાષ્ટ્રમાં (Maharahstra)એક વ્યક્તિએ ગામડે ગયેલી પોતાની પત્નીને પાછી બોલાવવા માટે બાળકોના મોતની ખોટી કહાની બનાવી હતી. આટલું જ નહીં તેણે પુત્રીનો ગળે ફાંસો ખાધેલો અને પુત્રની અર્થીનો ફોટો પણ પત્નીને મોકલી આપ્યો (Maharahstra Crime news) હતો. પોલીસે જણાવ્યું કે 33 વર્ષીય સુચિત ગૌડની પત્ની નારાજ થઇને ગામડે જતી રહી હતી. તેને પાછી બોલાવવા માટે સુચિત ગૌડે આ બધું ષડયંત્ર રચ્યું હતું. પડોશીઓને આ ઘટનાની જાણકારી ત્યારે થઇ જ્યારે તે વ્યક્તિ દીકરીના ગળામાં ગાળીયો નાખી રહ્યો હતો. આ દરમિયાન પુત્રી ડરીને ચિલ્લાવા લાગી હતી. તેનો અવાજ સાંભળીને પાડોશી આવી ગયા અને બાળકોને બચાવ્યા હતા. આ પછી પાડોશીઓએ પોલીસને આ વાતની જાણકારી આપી હતી. પોલીસે મામલો નોંધીને સુચિત ગૌડની ધરપકડી કરી છે.
પોલીસે જણાવ્યું કે પત્નીને પાછી બોલાવવા માટે આ પહેલા તેણે પુત્રને સફેદ રંગનું કફન ઓઢાડી દીધું હતું અને તેના પર ફૂલોની માળા નાખી દીધી હતી. 8 વર્ષીય પુત્ર પણ પિતાના કહ્યામાં આવી ગયો હતો અને ચુપચાપ સુતો રહ્યો હતો. જોકે જેવા તેણે 13 વર્ષીય પુત્રીના ગળામાં ગાળીયો નાખ્યો તો પુત્રીએ શોર મચાવ્યો હતો
વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રકાશ બેલે જણાવ્યું કે સુચિત ગૌડ નશામાં બાળકો અને પત્નીને પીટતો હતો. બે વર્ષ પહેલા પત્ની ગામડે જતી રહી હતી. થોડાક દિવસો પહેલા સુચિત ગૌડ ગામડે ગયો અને બાળકોને સાથે મુંબઈ લાવ્યો હતો. પાડોશીઓએ જણાવ્યું કે જ્યારે તે પુત્રીના ચિલ્લાવા પર પહોંચ્યા તો જોયું કે વ્યક્તિ તેના પગ નીચેથી ડોલ હટાવીને પંખો ચલાવવાનો હતો.
પોલીસે જ્યારે સુચિત ગૌડની ધરપકડ કરી તો તે નશામાં હતો. આ પછી પોલીસ તેને કોર્ટ લઇ ગઈ અને જ્યાંથી તેને 3 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર