Home /News /national-international /

ચાર મહિનાની બાળકીના અપહરણ બાદ સામે આવી ફિલ્મી પ્લોટ જેવી હકીકત, પોલીસ પણ અચંબામાં પડી

ચાર મહિનાની બાળકીના અપહરણ બાદ સામે આવી ફિલ્મી પ્લોટ જેવી હકીકત, પોલીસ પણ અચંબામાં પડી

(Image: Shutterstock)

ગર્ભપાત છુપાવવા મહિલાએ બીજાની બાળકીનું અપહરણ કર્યું, પતિને કહ્યું- ‘આ આપણી દીકરી છે’

  પુણે. મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)ની પાસે આવેલા પિંપરી-ચિંચવડમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ચાર મહિનાના બાળકીના અપહરણ (Kidnapping)નો છે પરંતુ તેનો પ્લોટ બોલિવૂડ ફિલ્મ (Bollywood Films)થી પણ ચડીયાતો છે. અહીં એક મહિલાએ પોતાના ગર્ભપાત (Abortion)ની વાતને છુપવવા માટે એક ચાર મહિનાના માસૂમ બાળકીનું અપહણ કરી દીધું. આ ઉપરાંત આ મહિલાએ પોતાના પતિને પણ એવું જણાવ્યું કે આ બાળક તેનું જ છે. જોકે પીડિત પરિવારે મામલાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ (Police)ને આ કેસમાં અપહરણ ઉપરાંત આડા સંબંધો (Illicit Relations), ગર્ભપાત અને દત્તક (Adoptation) લેવા જેવા બહુઆયામી પાસાઓ સામે આવ્યા છે.

  પિંપચી-ચિંચવડના પોલીસ કમિશ્નર કુષ્ણા પ્રકાશના જણાવ્યા મુજબ ધરપકડ કરવામાં આવેલી મહિલા મહારાષ્ટ્રના બીડ જિલ્લાની રહેવાસી છે, જેનું નામ રાની શિવાજી યાદવ છે. પોલીસના જણાવ્યા મુજબ રાની ગર્ભવતી હતી પરંતુ સાતમા મહિનામાં અચાનક તેન ગર્ભપાત થઈ ગયો. તે આ વાતને પોતાના સાસરિયામાં જણાવવા નહોતી માંગતી કારણ કે તેને કામ કરવાની મંજૂરી નથી મળી. જેથી તેણે આ પ્લાન બનાવ્યો અને બાળકીનું અપહરણ કરી દીધું. બાળકીના અપહરણની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રાજેન્ર્જ પ્રભાકર નાગપુરે નામના વ્યક્તિએ કરી હતી. જે હાલ બાળકીનું પાલણ-પોષણ કરી રહ્યો હતો. કામના સંદર્ભમાં રાની પુણે શહેરમાં એકલી રહેતી હતી.

  આ પણ વાંચો, બરફ તોડવાના સોયાથી હુમલો કરી ધોરણ-12ના સ્ટુડન્ટની કરપીણ હત્યા, ઘટના CCTVમાં કેદ

  બાળકીને શોધવા પોલીસે 100 CCTV ફુટેજ ફંફોસ્યા

  બાળકીની શોધખોળમાં પોલીસે 100થી પણ વધુ સીસીટીવી ફુટેજ ફંફોસી માર્યા ત્યારે તેમને રાનીનું પગેરું મળ્યું. ફરિયાદી રાજેન્દ્ર નાગપુરેએ પોલીસને જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા એક મહિલા તેમના ઘરે કામની શોધખોળમાં આવી હતી અને ત્યારબાદ તેમની 4 મહિનાની બાળકી ગુમ થઈ ગઈ. રાજેન્દ્રએ આ મહિલાનો હુલિયો પોલીસને જણાવ્યો હતો. ત્યારબાદ પોલીસે તે માહિતીના આધાર પર સીસીટીવી ફુટેજમાં મહિલાને શોધવાની શરૂઆત કરી. મહિલા પોલીસથી બચવા માટે પતિ સાથે બીજા સ્થળે રહેવા લાગી હતી. રાનીએ પતિને પણ એવું કહ્યું હતું કે આ આપણી દીકરી છે.

  રાની પાસેથી બાળકી મળી આવી

  પોલીસે રાનીની બીડના અંબેજોગાઈ વિસ્તારથી ધરપકડ કરી. હાલ પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે શું રાનીએ આ પહેલા પણ આવી અપરાધિક ઘટનાઓને અંજામ આપ્યો છે કે નહીં. નોંધનીય છે કે બાળકીના અસલી માતા-પિતાએ તેને રાજેન્દ્ર નાગપુરે અને તેની પત્નીને જન્મ બાદ સોંપી દીધી હતી.

  ફરિયાદી રાજેન્દ્રએ કર્યો મોટો ધડાકો!

  બાળકને રાની પાસેથી પાછી મેળવ્યા બાદ ફરિયાદી રાજેન્દ્ર પાસે ગઈ હતી. ત્યાં રાજેન્દ્રની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ. વાર્તામાં ટ્વીસ્ટ એવો છે કે ફરિયાદી દંપતી બાળકીના બાયોલોજિકલ માતા-પિતા નથી. આ બંનેએ જણાવ્યું કે પુણેના એક કપલ પાસેથી તેમણે બાળકીને દત્તક લીધી હતી.

  આ પણ વાંચો, દુનિયાની સૌથી મોંઘી છે આ ગોલ્ડ પ્લેટેડ બિરયાની, એક પ્લેટના ચૂકવવા પડશે 20,000 રૂપિયા
  બાળકીના સાચા માતા-પિતા કોણ છે?

  પોલીસે જણાવ્યું કે તેઓ બાળકીના બાયોલોજિકલ મા-બાપની તલાશ કરી રહ્યા છે. રાજેન્દ્ર અને તેની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે યુવા કપલ અમારી પાસે આવ્યું હતું જેમની વચ્ચે આડા સંબંધો હતા જેના કારણે યુવતી ગર્ભવતી થઈ હતી. બાળકીનો જન્મ થતાં તેને છુપાવવા માટે તેમણે રાજેન્દ્રને સોંપી દીધી હતી જેથી તેઓ તેનો ઉછેર કરી શકે. બાળકીને દત્તક લેવાની કાયદાકિય પ્રક્રિયાનું પાલન નથી થયું જેથી પોલીસ હવે બાળકીના અસલી મા-બાપની શોધખોળ કરી રહ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Crime news, Crime Story, Investigation, Kidnap, Maharashtra, Pune, ગુનો, પોલીસ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन