મુંબઈ : મહારાષ્ટ્રના (Maharashtra)મુંબઈના કલ્યાણ રેલવે સ્ટેશન (Kalyan Railways Station)પર રેલવે સુરક્ષા બળના બે જવાનો અને ત્યાં હાજર લોકોએ એક વ્યક્તિને પ્લેટફોર્મ આવેલી ટ્રેનના નીચે જવાથી બચાવી લીધો હતો. ન્યૂઝ એજન્સી ANIએ આ આખી ઘટનાનો વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે રહેલી ગેપમાં પડી રહ્યો હતો. તે સમયે આરપીએફના બે જવાન અને એક યાત્રી દોડતા આવીને તે વ્યક્તિને ખેચી લીધો હતો અને તેને ટ્રેનથી દૂર પ્લેટફોર્મમાં લાવવા સફળ રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. આરપીએફના જવાનોની સર્તકતાના કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો હતો.
આ પણ વાંચો - ઘરમાં ગાયના ગોબરમાંથી બનેલ કલર કરાવી રહ્યા છે લોકો, આવા છે ફાયદા
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ કલ્યાણ રેલવે સ્ટેશન પર આવી જ ઘટના બની હતી. ચાલતી ટ્રેનમાં બે યાત્રીઓ ચડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આરપીએફના જવાનની નજર પડતા જ તેણે બંને યાત્રીઓને ટ્રેનની અંદર ધકેલી દીધા હતા.
ઘટનાને લઈને રેલ મંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કરીને કહ્યું હતું કે પોતાની સુઝબુઝ અને બહાદુરીથી આરપીએફે ફરી એક વખત ગંભીરને દુર્ઘટનાને ટાળી. મુંબઈના કલ્યાણ રેલવે સ્ટેશન પર બે યાત્રીઓને ચાલતી ટ્રેનથી પડવાથી બચાવવા માટે અંદર ધકેલી દીધા હતા.
Published by:Ashish Goyal
First published:January 30, 2021, 22:40 pm