Home /News /national-international /

રક્ષાબંધનના બે દિવસમાં જ હચમચાવતી ઘટના, પાંચ ભાઈઓએ ભેગા થઈ બહેન અને તેના પ્રેમીની કરી હત્યા

રક્ષાબંધનના બે દિવસમાં જ હચમચાવતી ઘટના, પાંચ ભાઈઓએ ભેગા થઈ બહેન અને તેના પ્રેમીની કરી હત્યા

મહારાષ્ટ્ર જલગાંવ પાંચ ભાઈએ ભેગા થઈ બહેન અને પ્રેમીની કરી હત્યા

brothers killed the sister and her lover : આ મામલો મહારાષ્ટ્ર (maharashtra) ના જલગાંવ (jalgaon) જિલ્લાના ચોપડા શહેર (Chopda City) નો છે. એક સગો ભાઈ અને ચાર પિતરાઈ ભાઈએ ભેગા થઈ રક્ષાબંધન (Rakshabandhan) ના બે દિવસ બાદ બહેન અને તેના પ્રેમીની હત્યા (Murder) કરી.

વધુ જુઓ ...
    જલગાંવ : રક્ષાબંધન (Rakshabandhan) ના બે દિવસમાં જ એક એવો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પાંચ ભાઈઓએ મળીને પોતાની બહેન અને તેના પ્રેમીની હત્યા (brothers killed the sister and her lover) કરી નાખી. બહેનનો પ્રેમી ઘરે અવારનવાર brothers killed the sister and her lover : આ મામલો મહારાષ્ટ્ર (maharashtra) ના જલગાંવ (jalgaon) જિલ્લાના ચોપડા શહેર (Chopda City) નો છે. એક સગો ભાઈ અને ચાર પિતરાઈ ભાઈએ ભેગા થઈ રક્ષાબંધન (Rakshabandhan) ના બે દિવસ બાદ બહેન અને તેના પ્રેમીની હત્યા (Murder) કરી.વવાના કારણે સમાજમાં બદનામી થઈ રહી હતી, આ કારણ દર્શાવીને સગીર સગા ભાઈએ તેના અન્ય ચાર ભાઈઓ સાથે મળીને બહેન અને તેના પ્રેમીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મુખ્ય આરોપીએ પોલીસ સ્ટેશન જઈને આત્મસમર્પણ કર્યું હતું.

    મામલો મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચોપડા શહેરનો છે. અહીં કોલેજની વિદ્યાર્થીની વર્ષા કોળીનું રાકેશ રાજુપત નામના યુવક સાથે અફેર હતું. બંને છેલ્લા ચાર વર્ષથી એકબીજાને ઓળખતા હતા. કેટરિંગનું કામ કરતો રાકેશ પણ વર્ષાના ઘરે આવતો જતો હતો. પરિવારજનો આ સંબંધનો વિરોધ કરતા હતા. જેના કારણે રાકેશનું અવારનવાર ઘરે આવવું તેમને પસંદ ન હતુ. તેમને લાગતું હતું કે આ કારણે સમાજમાં પણ તેમની બદનામી થઈ રહી છે.

    આ પણ વાંચોઆશ્ચર્યજનક VIDEO! બાળકે ભૂલથી કોબ્રા સાપ પર પગ મૂક્યો, જુઓ માએ કેવી રીતે સમજદારીથી બચાવ્યો જીવ

    12 ઓગસ્ટની 'બ્લેક નાઈટ'

    પોલીસના જણાવ્યા અનુસાર 12 ઓગસ્ટની રાત્રે પણ રાકેશ વર્ષાને મળવા ઘરે આવ્યો હતો. વર્ષાના સગા નાના ભાઈને રાકેશ સાથે આ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેના અન્ય પિતરાઈ ભાઈ પણ આવ્યા હતા. પાંચેય ભાઈઓ વર્ષા અને રાકેશને બે અલગ અલગ બાઇક પર બળજબરીથી લઈ ગયા હતા. અને એક જગ્યાએ બાઈક રોકી તેઓએ રાકેશને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. બહેન તેના પ્રેમીને બચાવવા માટે આજીજી કરતી રહી, પરંતુ ભાઈઓએ તેની વાત સાંભળી નહીં. આટલું જ નહીં વર્ષાના સગા ભાઈએ રાકેશને ગોળી મારી દીધી. આ પછી પણ જ્યારે તે ફરીથી ઉભો થયો ત્યારે બીજા ભાઈએ તેને માથામાં ગોળી મારી દીધી હતી. બાદમાં ભાઈઓએ ભેગા થઈ રૂમાલની મદદથી વર્ષાનું પણ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Crime news, Latest Crime news gujarati, Maharashtra, Maharashtra News, Maharashtra police

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन