મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં હૉસ્પિટલમાં ભીષણ આગ, 10 નવજાતનાં મોત; ફક્ત સાતને બચાવી શકાયા

મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં હૉસ્પિટલમાં ભીષણ આગ, 10 નવજાતનાં મોત; ફક્ત સાતને બચાવી શકાયા
આગમાં 10 બાળકનાં મોત.

Maharashtra Hospital Fire Broke Out: આગની ઘટના મોડી રાત્રે બે વાગ્યે બની હતી. દુઃખદ વાત એ છે કે 17 બાળકમાંથી ફક્ત સાત બાળકને બચાવી શકાયા છે.

 • Share this:
  મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)ના ભંડારા (Bhandara) જિલ્લામાં એક હૃદયને હચમચાવી દેતો બનાવ બન્યો છે. અહીં ભંડારા ડિસ્ટ્રિક્ટ જનરલ હૉસ્પિટલ(District General Hospital)માં આગ લાગી ગઈ હતી. જેના કારણે ન્યૂબૉર્ન કેર યુનિટ (SNCU)માં 10 બાળકનાં મોત થયા છે. આગની ઘટના મોડી રાત્રે બે વાગ્યે બની હતી. ફરજ પર હાજર નર્સને સૌથી પહેલા વૉર્ડમાં આગની જાણ થઈ હતી. દુઃખદ વાત એ છે કે 17 બાળકમાંથી ફક્ત સાત જ બાળકને બચાવી શકાયા છે.

  વિવિધ અહેવાલ પ્રમાણે હૉસ્પિટલમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઘટના દરમિયાન ગત રાત્રે જિલ્લા સરકારી હૉસ્પિટલના આઉટ બૉર્ન યુનિટમાં ધુમાડો દેખાયો હતો. હાજર નર્સે દરવાજો ખોલ્યો તો અંદર આગ લાગી હતી. જે બાદમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સમયે હૉસ્પિટલ ખાતે હાજર લોકો અને ફાયર બ્રિગેડના સ્ટાફે બચાવ કામગીરી શરૂ કરી હતી.  આ પણ વાંચો: અમદાવાદ : ઉત્તરાયણમાં આ નિયમો સાથે પતંગ ચગાવજો, નહીંતર થશે કાર્યવાહી

  ઉલ્લેખનીય છે કે આ વિભાગમાં આઉટ બૉર્ન અને ઇન બૉર્ન એમ બે વિભાગ છે. જેમાં ઇન બૉર્ન વિભાગના સાત નવજાત શિશુ સુરક્ષિત છે, જ્યારે 10 નવજાતનાં મોત થયા છે. આ જાણકારી સિવિલ સર્જન પ્રમોદ ખંદાતે આપી હતી.

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ટ્વીટ

  મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હૉસ્પિટલમાં આગનો બનાવ ખૂબ કમનસીબ છે. આ ઘટનાથી આઘાત લાગ્યો છે. મૃતકોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન મૃતકોનાં પરિવારજનોને આ દુઃખની ઘડીમાં હિંમત આપે.

  ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા એક ડૉક્ટરે જણાવ્યું હતું કે, મોતને ભેટેલા બાળકોની ઉંમર એક મહિનાથી લઈને ત્રણ મહિના સુધીની હતી.  જે શહેરમાં આ બનાવ બન્યો છે તે ભંડારા મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી 900 કિલોમીટર દૂર આવેલું છે.

  નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં હૉસ્પિટલોમાં આગની ઘટના નવી વાત નથી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં રાજ્યના પશ્ચિમ ક્ષેત્ર કોલાપુર સ્થિત એક હૉસ્પિટલમાં આગ લાગી હતી. છત્રપતિ પ્રમિલા રાજે શાસકીય હૉસ્પિટલમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જે સમયે આગ લાગી હતી ત્યારે હૉસ્પિટલમાં 400થી વધારે કોવિડ-19 દર્દીઓની સારવાર ચાલી રહી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:January 09, 2021, 07:23 am

  ટૉપ ન્યૂઝ