મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું રાજીનામું, બોમ્બે હાઇકોર્ટે આપ્યો હતો CBI તપાસનો આદેશ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું રાજીનામું, બોમ્બે હાઇકોર્ટે આપ્યો હતો CBI તપાસનો આદેશ
ફાઇલ તસવીર.

અનિલ દેશમુખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray)ને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.

  • Share this:
    નવી દિલ્હી: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Maharashtra HM Anil Deshmukh) સામે થયેલા આક્ષેપ મામલે બોમ્બે હાઇકોર્ટે તેમની સમક્ષ સીબીઆઈ (CBI) તપાસની માંગ કરી છે. જે બાદમાં અનિલ દેશમુખે રાજીનામું ધરવું પડ્યું છે. મળતી માહિતી પ્રમાણે અનિલ દેશમુખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray)ને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.

    ઉલ્લેખનીય છે કે વકીલ જયશ્રી પાટિલની અરજી પર બોમ્બે હાઇકોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો. જે બાદમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી ગઈ હતી. કોર્ટના નિર્ણય પછી મહારાષ્ટ્રમાં વિપક્ષ ભાજપાને મહારાષ્ટ્રની ગઠબંધનવાળી સરકાર પર હુમલો કરવાનો મોકો મળી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખના રાજીનામાની માંગણી કરી હતી.



    રાજીનામા પહેલા બોમ્બે હાઇકોર્ટે CBIને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ તરફથી મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપમાં 15 દિવસની અંદર તપાસ શરૂ કરવાનો આદેશ કર્યો હતો.

    આ પણ વાંચો: અમદાવાદ: નણંદે ગર્ભવતી ભાભીના પેટમાં લાત મારી, ગોળી આપી કહ્યું- 'ગર્ભપાત કરાવી લે'

    ઉલ્લેખનીય છે કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. જે બાદમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. પરમબીર સિંહે ઉદ્ધ ઠાકરેને લખેલા પત્રમાં કહ્યુ હતુ કે, ગૃહમંત્રી દેશમુખે તેમને દર મહિને 100 કરોડ રૂપિયાનું ઉઘરાણું કરવાની સૂચના આપી હતી. જોકે, પરમબીર સિંહના આરોપોનું દેશમુખે ખંડન કર્યું હતું. સાથે તેમણે રાજ્યના મુખ્યમંત્રીને આ આક્ષેપ અંગે તપાસ કરવાનું કહ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

    આ પણ વાંચો: હિપેટાઇટિસની દવાથી થશે કોરોનાની સારવાર? ઝાયડસ કેડિલાએ DCGI પાસે માંગી મંજૂરી

    બોમ્બે હાઇકોર્ટે આ પહેલા સુનાવણી કરતા કહ્યુ હતુ કે, અનિલ દેશમુખ રાજ્યના ગૃહમંત્રી હોવાથી પોલીસ તેમની સમક્ષ નિષ્પક્ષ તપાસ નહીં કરી શકે. આથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે છે.

    પરમબીર સિંહે પત્રમાં શું લખ્યું હતું?

    મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિહે લખ્યું હતું કે, ગૃહમંત્રી દેશમુખે સચિન વાઝેને કહ્યું હતું કે તેમને દર મહિને 100 કરોડનો ટાર્ગેટ મળ્યો છે. આ ટાર્ગેટને મેળવવા માટે ગૃહમંત્રી દેશમુખે વાઝેને કહ્યું હતું કે જો મુંબઈમાં રહેલા 1750 બાર અને રેસ્ટોરન્ટમાંથી 2-3 લાખ મળે તો પણ મહિનામાં 40-50 કરોડ રૂપિયા ભેગા કરી શકાય છે. પરમવીર સિંહે લખ્યું હતું કે, વાઝે તે દિવસે મારી ઓફિસમાં આવ્યો હતો અને આ ટાર્ગેટ વિશે જાણકારી આપી હતી. હું આ વાતચીતથી આશ્ચર્યચકિત હતો અને વિચારી રહ્યો હતો કે આ સ્થિતિથી કેવી રીતે નિપટાવી શકાય.
    Published by:Vinod Zankhaliya
    First published:April 05, 2021, 14:59 pm

    ટૉપ ન્યૂઝ