ન્યૂઝ 18 ગુજરાતી : મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. મતદાન સમાપ્ત થયા બાદ લોકોને એ જાણવાની ઉત્સુકતા રહેતી હોય છે કે આ રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે. ન્યૂઝ 18 ગુજરાતી આપના માટે રિસર્ચ પાર્ટનર IPSOS સાથે તૈયાર કરેલો સૌથી સટીક એક્ઝિટ પોલ મુજબ બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થશે. જેના પરથી તમે વિધાનસભાની સ્થિતિનો તાગ મેળવી શકશો. અગાઉ લોકસભાની ચૂંટણીમાં પણ પણ News18 અને IPSOS દ્વારા દર્શાવાયેલા એક્ઝિટ પોલ સૌથી સટીક સાબિત થયા હતા.
મહારાષ્ટ્રમાં ભાજપ+243 આ એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવમસેનાની યુતિને 288માંથી 243 બેઠકો મળશે જ્યારે એનસીપી અને કૉંગ્રેસની યુતિને 41 જ્યારે એ.આઈ. એમ.એમ.એમ.ને 01 બેઠક અને અન્યને 03 બેઠકો મળવાનું અનુમાન છે.
હરિયાણામાં ભાજપ 75 હરિયણામાં વિધાનસભાની 90 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 75, રાષ્ટ્રીય કૉંગ્રેસને 10 જેજેપીને 02 જ્યારે અન્યને 03 બેઠકો મળવાનું અનુમાન છે.
મહારાષ્ટ્ર અને હરિયાણાના એક્ઝિટ પોલના પરિણામો આ વિધાનસભાની ચૂંટણીમાં તમે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાણી શકશો. મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 બેઠકો પર આજે વોટિંગ થયું. આ બંને રાજ્યમો ભાજપની સરકાર છે. હરિયાણામાં ભાજપ અને મહારાષ્ટ્રમાં શિવસેના સાથેની યુતિની સરકાર છે. બંને રાજયોની ચૂંટણી સાથેદેશના 18 રાજયોની 51 વિધાનસભા સીટ અને 2 લોકસભા સીટ પર પેટાચૂંટણી પણ યોજાઈ છે.જેમાં ગુજરાતની 6, ઉત્તર પ્રદેશની 11, બિહારની 5 અને હિમાચલ પ્રદેશ અને તમિલનાડુની 2-2 બેઠકોનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર