મુંબઈ : કિસાન આંદોલનને (Farmers protest)લઈને હાલમાં જ ઉઠી રહેલા આંતરરાષ્ટ્રીય અવાજો પછી ભારતીય સેલિબ્રિટીઓએ પણ આ તથાકથિત ષડયંત્ર ટ્વિટનો જવાબ આપ્યો હતો. હવે મહારાષ્ટ્રની સરકાર (Maharashtra Government)આ બધા ભારતીય સેલિબ્રિટીઝના ટ્વિટને લઈને તપાસ કરાવી શકે છે. આવા સંકેત સોમવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેખમુખે (Anil Deshmukh)આપ્યા છે. જોકે તેમણે હાલ તપાસને લઈને કોઈ આદેશ આપ્યો નથી પણ સરકારે ફક્ત આશ્વાસન આપ્યું છે. બતાવી દઈએ કે કિસાન આંદોલનને લઈને ટ્વિટ કરનારમાં ભારત રત્ન લતા મંગેશકર, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar),બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)અને કંગના રનૌટ જેવા સેલિબ્રિટી સામેલ હતા.
કિસાન આંદોલેનને લઈને કરેલા ટ્વિટના મામલામાં કોંગ્રેસ નેતા સચિન સાવંતે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે થયેલી વાતચીતનો હવાલો આપતા કહ્યું કે ગૃહમંત્રીએ કહ્યું કે આ ગંભીર મામલો છે. આ સેલિબ્રિટીના ટ્વિટ સરખા કેવી રીતે હોઈ શકે છે. આ સેલિબ્રિટી પર ટ્વિટ કરવા માટે કોઈ દબાણ તો કરી રહ્યું નથીને. તેની તપાસ થવી જોઈએ. સાવંતે સાથે જણાવ્યું કે દેશમુખે ઇન્ટેલિજેન્સને આ જવાબદારી આપી છે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ આ મામલામાં પોલીસની તપાસ કરાવવાની માંગ કરી હતી કે આ સેલિબ્રિટી ટ્વિટ સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારનો પક્ષ રાખવા માટે બીજેપીના દબાણમાં કર્યા નથીને. કોંગ્રેસના રાજ્ય મહાસચિવ અને પ્રવક્તા સચિન સાવંતે આ માંગણીને લઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે વાત કરી હતી.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સાવંતે કહ્યું હતું કે સચિન તેંડુલકર, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને સાઇના નેહવાલ જેવા સેલિબ્રિટી તરફથી આ મામલે કરેલા ટ્વિટની પેર્ટન બિલકુલ એક જેવી છે. સાઇના અને અક્ષય કુમારના ટ્વિટની કન્ટેટ એક છે. એ તપાસ થવી જોઈએ કે શું બીજેપી તરફથી દેશના આ હીરો પણ કોઈ દબાણ હતું. જો આમ ન હતું તો આ સેલિબ્રિટીને વધારે સુરક્ષા આપવાની જરૂર છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર