સુશીલ મોદીનો સંજય રાઉત પર કટાક્ષ : ચાણક્યના ટ્વિટની પ્રતીક્ષા

સુશીલ કુમાર મોદીએ સંજય રાઉત પર કટાક્ષ કર્યો છે. (ફાઇલ તસવીર)

હું જોવા માંગું છું કે મહારાષ્ટ્રની આ નવી સરકાર પર રાઉત શું પ્રતિક્રિયા આપે છે : સુશીલકુમાર મોદી

 • Share this:
  પટના : મહારાષ્ટ્ર (Maharashtra)માં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)ના મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ બિહારના નાયબ-મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી (Sushil Kumar Modi)એ શિવસેના (Shiv Sena)ના રાજ્યસભા સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત પર કટાક્ષ કર્યો છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યુ કે, ચાણક્ય કહેવાતા સંજય રાઉત (Sanjay Raut) ના ટ્વિટની પ્રતીક્ષા છે. મોદીએ કહ્યુ કે તેઓ જોવા માંગે છે કે મહારાષ્ટ્રની આ નવી સરકાર પર રાઉત શું પ્રતિક્રિયા આપે છે.

  નોંધનીય છે કે, તમામ અટકળોની વચ્ચે મહારાષ્ટ્રમાં બીજેપીએ એનસીપીની સાથે મળી નવી સરકારની રચના કરી દીધી. બીજેપીના દેવેન્દ્ર ફડણવીસે શનિવાર સવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને શપથ લેવડાવ્યા. સાથોસાથ એનસીપીના અજિત પવારે નાયબ-મુખ્યમંત્રી પદના શપથ લીધા.

  આ પણ વાંચો, મહારાષ્ટ્રમાં સૌથી મોટો રાજકીય ઉલટફેર : દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી, અજિત પવાર નાયબ-મુખ્યમંત્રી

  ખેડૂતો માટે સરકારમાં આવ્યા : અજિત પવાર

  શપથ લીધા બાદ અજિત પવારે કહ્યુ કે, અમે લોકોની સમસ્યા માટે આથે આવ્યા છીએ. અમે ખેડૂતીની સમસ્યાને ખતમ કરવા માંગે છે. તેમની ભલાઈ માટે જ સરકારમાં આવ્યા છીએ. તેઓએ કહ્યુ કે લોકોએ જેને સરકાર રચવા માટે ચૂંટ્યા હતા તેમને જ સરકાર બનાવવી પણ જોઈએ.

  મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો માટે 21 ઑક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી અને 24 ઑક્ટોબરે પરિણામ જાહેર આવ્યા હતા. કોઈ પણ પાર્ટી કે ગઠબંધનની સરકાર રચવાનો દાવો રજૂ ન કરતાં 12 નવેમ્બરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો, મહારાષ્ટ્રના CM તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ, 'રાજ્યમાં ખીચડી સરકાર ન જોઈએ'
  Published by:Mrunal Bhojak
  First published: