શિવસેના-NCP અને કૉંગ્રેસ વચ્ચે કેબિનેટની વહેંચણી માટે આ છે ફૉર્મ્યૂલા

News18 Gujarati
Updated: November 27, 2019, 4:10 PM IST
શિવસેના-NCP અને કૉંગ્રેસ વચ્ચે કેબિનેટની વહેંચણી માટે આ છે ફૉર્મ્યૂલા
શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધી (ફાઇલ તસવીર)

સૂત્રો મુજબ, શિવસેનાનો મુખ્યમંત્રી પદ આપવાની સામે એનસીપીને ગૃહ મંત્રાલય મળી શકે છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને અજિત પવાર (Ajit Pawar)ના રાજીનામાં બાદ શિવસેના (Shiv Sena), એનસીપી (NCP) અને કૉંગ્રેસ (Congress) ગઠબંધન સરકાર રચવાનો રસ્તો સાફ થઈ ગયો છે. એવામાં આ ત્રણેય પાર્ટીઓએ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (Maharashtra Vikas Aghadi)નો ફૉર્મ્યૂલા પણ લગભગ તૈયાર કરી દીધો છે. જોકે, હજુ સુધી કોઈ પણ પાર્ટીએ કૉમન મિનિમમ પ્રોગ્રામ (Common Minimum Programme) વિશે કંઈ નથી જણાવ્યું પરંતુ સૂત્ર દાવો કરી રહ્યા છે કે મંત્રી પદોની વહેંચણી પર ત્રણેય પાર્ટીઓમાં સહમતિ સધાઈ ગઈ છે. સૂત્રો મુજબ, કૉમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ શિવસેનાને 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી પદ મળી શકે છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)નું મુખ્યમંત્રી બનવું પહેલાથી જ નક્કી થઈ ચૂક્યું છે.

એનસીપી અને કૉંગ્રેસને શું મળશે?

સૂત્રોનું કહેવું છે કે શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવાના બદલામાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ને ગૃહ વિભાગ મળી શકે છે. બીજી તરફ, કૉંગ્રેસને મહેસૂલ વિભાગ આપવા પર સહમતિ સધાઈ ગઈ છે. સૂત્રોનું કહેવું છે કે કૉંગ્રેસ અને એનસીપીને નાયબ-મુખ્યમંત્રી પદ પણ મળશે. એનસીપી તરફથી જયંત પાટિલને નાયબ-મુખ્યમંત્રી બનાવવાની વાત કહેવામાં આવી રહી છે. જ્યારે, કૉંગ્રેસે હજુ સુધી નાયબ-મુખ્યમંત્રી પર કોઈ નિર્ણય નથી લીધો.

આ પણ વાંચો, અજિત પવારને ભેટી પડ્યા બાદ સુપ્રિયા સુલેએ કહ્યુ- ભાઈ અને મારી વચ્ચે કોઈ ઝઘડો નથી 

મહારાષ્ટ્ર કૉંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે કહ્યુ કે, કૉંગ્રેસ, શિવસેના અને એનસીપીની વચ્ચે મંત્રાલયની વહેંચણી આગામી થોડાક દિવસોમાં કરવામાં આવશે.

બુધવારે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે શુભેચ્છા મુલાકાત કરી. (Photo: Rajesh Waradkar)
ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, પ્રોટેમ સ્પીકર કાલીદાસ કોલાંબકરે બુધવાર સવારે 8 વાગ્યે ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવવાનું શરૂ કરી દીધું. સમારોહ શરૂ થવાની સાથે જ દેવેન્દ્ર ફડણવીસ, અશોક ચવ્હાણ અને અજિત પવારે ધારાસભ્ય પદના શપથ લઈ લીધા. તેની સાથે જ અન્ય ધારાસભ્યોએ પણ શપથ લીધા.

આ પણ વાંચો, થપ્પડ ખાઈને પણ જે વિચલિત ન થાય તે શરદ પવાર છે
First published: November 27, 2019, 11:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading