મોડી રાત્રે શરદ પવારના ઘરે પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે, સરકાર રચવાની જાહેરાત આજે!

શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર

ત્રણેય પાર્ટીઓ દ્વારા સરકાર રચવાની જાહેરાત શુક્રવારે કરવામાં આવી શકે છે

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર રચવાની કવાયત તેજ થઈ ગઈ છે. આ દરમિયાન, ગુરુવાર મોડી રાત્રે શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) દીકરા આદિત્ય ઠાકરે (Aditya Thackeray)એ એનસીપી (NCP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાત કરી.

  આ મુલાકાત દક્ષિણ મુંબઈ સ્થિત પવારના નિવાસસ્થાન સિલ્વર ઑક પર થઈ. પવાર નવી દિલ્હીથી મુંબઈ ગુરુવાર સાંજે પરત ફર્યા બાદ ઠાકરે તેમને મળવા પહોંચ્યા. આ દરમિયાન શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત અને એનસીપી નેતા અજીત પવાર પણ શરદ પવારના ઘરે ઉપસ્થિત હતા.

  પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યુ- કૉંગ્રેસ અને એનસીપીમાં સહમતિ, શુક્રવારે શિવસેના સાથે ચર્ચા કરશે

  બેઠક એવા સમયે થઈ જ્યારે કૉંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે નવી દિલ્હીમાં કહ્યુ કે, તેમની પાર્ટી અને એનસીપીની વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈ તમામ મુદ્દાઓ પર પૂરી સહમતિ છે અને હવે તે ગઠબંધનની સંરચનાને પૂર્ણ રૂપ આપવા માટે શિવસેના સાથે વાતચીત કરશે.

  ચવ્હાણે કહ્યુ કે, આગળની વાતચીત હવે મુંબઈમાં થશે જ્યાં કૉંગ્રેસ અને એનીસપી પોતાની સહયોગી પાર્ટીઓ સાથે વાત કરશે. સૂત્રોએ જણાવ્યું કે, ત્રણેય પાર્ટીઓ દ્વારા સરકાર રચવાની જાહેરાત શુક્રવારે કરવામાં આવી શકે છે. બીજી તરફ, શિવસેનાના એક નેતાએ કહ્યુ કે, શુક્રવારે ઉદ્ધવ ઠાકરે પાર્ટીના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની બેઠકને સંબોધિત કરશે.

  આ પણ વાંચો,

  મહારાષ્ટ્રમાં સરકાર રચનાના ફૉર્મ્યૂલા પર લાગી ફાઇનલ મહોર, ત્રણેય પાર્ટીઓએ CMP પર હસ્તાક્ષર કર્યા!
  Published by:Mrunal Bhojak
  First published: