મહારાષ્ટ્રમાં ઘમાસાણ : શરદ પવારે કહ્યુ- આ નિર્ણય એનસીપીનો નથી, સવારે 7 વાગ્યે જ જાણ થઈ

News18 Gujarati
Updated: November 23, 2019, 10:00 AM IST
મહારાષ્ટ્રમાં ઘમાસાણ : શરદ પવારે કહ્યુ- આ નિર્ણય એનસીપીનો નથી, સવારે 7 વાગ્યે જ જાણ થઈ
દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ-મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ-મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં શનિવાર સવારે ભારતીય રાજનીતિ (Indian Politics)નો સૌથો મોટો ઉલટફેર જોવા મળ્યો. શનિવાર સવારે બીજેપી (BJP)એ એનસીપી (NCP)ની સાથે મળી સરકાર બનાવી લીધી. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)ને મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરાવ્યા. બીજી તરફ, અજિત પવાર (Ajit Pawar)એ નાયબ-મુખ્યમંત્રીના શપથ લીધા. આ મોટા ઉલટફેર બાદ એનસીપી (NCP)ના પ્રુમખ શરદ પવાર (Sharad Pawar)એ પ્રતિક્રિયા આપતાં કહ્યુ કે, બીજેપીને સમર્થન આપવાનો નિર્ણય એનસીપીનો નથી. મને સવારે 7 વાગ્યે આ અંગેની જાણકારી મળી. પ્રેસ કૉન્ફરન્સ કરીને સ્થિતિ સ્પષ્ટ કરીશ.

એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે, આ નિર્ણય પાર્ટીનો નથી. શરદ પવારે ટ્વિટ કરીને કહ્યુ કે, બીજેપીને સમર્થન આપવાનો અજિત પવારનો નિર્ણય તેમનો પોતાનો છે એનસીપીનો નથી. અમે સત્તાવાર રીતે કહેવા માંગીએ છીએ કે અમે આ નિર્ણયની સાથે નથી અને અમે તેનું સમર્થન નથી કરતાં.
આ પણ વાંચો, મહારાષ્ટ્રમાં સૌથી મોટો રાજકીય ઉલટફેર : દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી, અજિત પવાર નાયબ-મુખ્યમંત્રી

અહેવાલો મુજબ, શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સાથે પણ વાત કરી અને જણાવ્યું છે કે બીજેપીને સમર્થન આપવાની નિર્ણય એનસીપીનો નથી. એનસીપી આ નિર્ણયની સાથે નથી. શરદ પવારે કહ્યુ કે અજિત પવારે પાર્ટી તોડી છે.

આ તમામ અહેવાલોની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે એનસીપીના તમામ નેતા શરદ પવારને ઘરે મળવા જઈ રહ્યા છે. આ સમગ્ર પ્રકરણ બાદ એનસીપી સુપ્રીમો સાથે ચર્ચા કરશે.

આ પણ વાંચો,

અજીત પવારે કાકા શરદ પવાર સાથે વિશ્વાસઘાત કર્યો : શિવસેનાની પ્રતિક્રિયા
સુશીલ મોદીનો સંજય રાઉત પર કટાક્ષ : ચાણક્યના ટ્વિટની પ્રતીક્ષા
First published: November 23, 2019
વધુ વાંચો
अगली ख़बर