મહારાષ્ટ્રમાં હાલ 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ

News18 Gujarati
Updated: November 12, 2019, 6:13 PM IST
મહારાષ્ટ્રમાં હાલ 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ
રાષ્ટ્રપતિ શાસનના પ્રસ્તાવને કેબિનેટની લીલી ઝંડી

રાષ્ટ્રપતિ શાસનના પ્રસ્તાવને કેબિનેટની લીલી ઝંડી

  • Share this:
મુંબઈ: મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ઉથલપાથલ ખતમ થવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં હાલ 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. જો આ દરમિયાન કોઇ પાર્ટી બહુમત સાબિત કરશે તો રાષ્ટ્રપતિ શાસન હટી જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહેવાયું છે કે રાજ્યપાલે કેન્દ્રની પાસે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ મોકલી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ પાર્ટી સરકાર બનાવતી જોવા મળતું નથી. આથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે.

બીજી તરફ શિવસેનાએ રાજ્યપાલના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અરજીમાં શિવસેનાએ કહ્યું છે કે તેને સમર્થન પત્ર રજૂ કરવા માટે રાજ્યપાલે 72 કલાકનો સમય નથી આપ્યો. માત્ર 24 કલાકનો સમય આપવામાં આવ્યો.

રાજભવને કહ્યું- રાજ્યપાલને ન લાગ્યું કે કોઈ પાર્ટી સરકાર બનાવી શકે

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)ના નિર્ણય અંગે હવે રાજભવને નિવેદન જાહેર કર્યું છે. રાજભવન અનુસાર રાજ્યપાલ એ વાતથી સંતુષ્ટ નથી કે કોઈ પણ પાર્ટી રાજ્યમાં એક બંધારણીય જોગવાઈઓ અનુસાર સરકાર બનાવી શકે. તેને જોતાં તેઓએ રાષ્ટ્રપતિ શાસનનો પ્રસ્તાવ આપ્યો છે.
રાષ્ટ્રપતિ શાસનના પ્રસ્તાવને કેબિનેટની લીલી ઝંડી, રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી તરફથી રાષ્ટ્રપતિ શાસનની ભલામણ બાદ કેન્દ્રીય કેબિનેટે પણ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયું છે.

આ પણ વાંચો,

#TumSENAhoPayega: શિવસેનાની સોશિયલ મીડિયા પર મજાક ઉડી
શિવસેનાને કૉંગ્રેસનો સમર્થન પત્ર કેમ ન મળ્યો? વાંચો Inside Story
First published: November 12, 2019, 2:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading