દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં વરસાદ લાવવા સરકારે રૂ 30 કરોડ ફાળવ્યા

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ ભંયકર છે. રાહત કામ માટે સરકારે અત્યાર સુધીમાં 4000 કરોડ સુધી ખર્ચ કર્યા છે. 

 • Share this:
  મુંબઇ: મહારાષ્ટ્રનાં દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં ક્લાઉડ સિડીંગ દ્વારા વરસાદ લાવવા માટે સરકારે આ વર્ષે રૂપિયા 30 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

  આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં સતત દુષ્કાળની સ્થિતિને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  આ દરમિયાન હવામાન ખાતાએ આ વરસે મોડો વરસાદ આવશે તેવી આગાહી કરી છે. આથી, સરકારે 30 કરોડ રૂપિયા વરસાદ લાવવા માટે મંજૂર કર્યા છે.

  સરકારી અધિકારીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રનાં દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ જેવા કે વિદર્ભ, મરાઠાવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં અમલમાં મૂકવામાં આવશે. આ માટે સી-બેન્ડ ડોપલર રડાર અને એરક્રાફ્ટને ઔરગાંબાદમાં રાખવામાં આવશે.

  આ પદ્ધતિ એવી છે કે, વાદળામાં સુકો બરફ અને સિલ્વર આયોડાઇડને છાંટવામાં આવે છે અને જે વરસાદી વાતાવરણ બનાવે છે અને વરસાદ લાવે છે.

  “અમને એવી જાણ છે કે, વિદેશોમાં આ પદ્ધતિ દ્વારા વરસાદ લાવવામાં આવે છે અને 28 થી 43 ટકા જેટલા વરસાદમાં વધારો થાય છે. દુષ્કાળની સ્થિતિને પહોંચી વળવાનાં ભાગરૂપે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. આ માટે પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવશે. એટલા માટે જ, ચોમાસાની શરૂઆત પહેલા જ, આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે.

  સરકાર ટૂંક સમયમાં આ મુદ્દે ટેન્ડર બહાર પાડશે. મહારાષ્ટ્ર સરકારે 2015માં પણ આ પ્રકારનો પ્રયોગ કર્યો હતો. સરકારનો એવો દાવો છે કે, એ સમયે આ પ્રયોગ સફળ રહ્યો હતો.

  મહારાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં દુષ્કાળની સ્થિતિ દયાજનક છે અને રાહત કામ માટે સરકારે અત્યાર સુધીમાં 4000 કરોડ સુધી ખર્ચ કર્યા છે.
  Published by:Vijaysinh Parmar
  First published: