Home /News /national-international /મહારાષ્ટ્ર: રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનું વિવાદીત નિવેદન, 'શિવાજી' જૂના જમાનાની વાત, નવા આદર્શ નીતિન ગડકરી

મહારાષ્ટ્ર: રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનું વિવાદીત નિવેદન, 'શિવાજી' જૂના જમાનાની વાત, નવા આદર્શ નીતિન ગડકરી

bhagat singh koshyari

ભગત સિંહ કોશ્યારીએ કહ્યું કે, જ્યારે અમે ભણતા હતા મીડિયા સ્કૂલ, હાઈસ્કૂલમાં તો, અમારા ટીચર પુછતા હતા, આપના ફેવરિટ હીરો કોણ છે, તો કોઈ સુભાષ ચંદ્ર બોસ, કોઈ ગાંધીજી તો કોઈ નહેરુનું નામ લેતા હતા.

    મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને એક એવું વિવાદીત નિવેદન આપ્યું છે, જેને લઈને હોબાળો થયો છે. એક કાર્યક્રમમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજને જૂના જમાનાની વાત ગણાવી અને કહ્યું કે, નિતિન ગડકરી આજના યુગના નાયક છે. આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીએ કોશ્યારીના રાજીનામાની માગ કરી છે.

    ભગત સિંહ કોશ્યારીએ કહ્યું કે, જ્યારે અમે ભણતા હતા મીડિયા સ્કૂલ, હાઈસ્કૂલમાં તો, અમારા ટીચર પુછતા હતા, આપના ફેવરિટ હીરો કોણ છે, તો કોઈ સુભાષ ચંદ્ર બોસ, કોઈ ગાંધીજી તો કોઈ નહેરુનું નામ લેતા હતા. જેને જે સારુ લાગે તે નામ લેતા હતા. મને એવું લાગે છે કે, જો આજે કોઈ પુછે કે આપના પસંદગીના લીડર કોણ છે, તો આપે બહાર ક્યાંક જોવાની જરુર નથી. અહીં મહારાષ્ટ્રમાં જ મળી જશે. શિવાજી તો જૂના યુગની વાત છે. નવા યુગમાં ડો. આંબેડકરથી નીતિન ગડકરી સુધી અહીં મળી જશે.



    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને મરાઠવાડા યુનિવર્સિટીમાંથી માનદ ઉપાધીથી સન્માનિત કરાયા હતા. આ અવસર પર આયોજીત કાર્યક્રમમાં ભગત સિંહ કોશ્યારી બોલી રહ્યા હતા. આ કાર્યક્રમમાં કુલાધિપતિ તરીકે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી હાજર રહ્યા હતા.

    રાજ્યપાલના આ નિવેદન પર આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રીતિ મેનને ટ્વિટ કરીને કહ્યું કે, અમે માગ કરીએ છીએ કે, જો તેઓ એ નથી જાણતા કે, અમારા મહારાષ્ટ્રીયન શિવાજી મહારાજને પોતાના નાયક શા માટે માને છે, તો તેમને જાણવાની જરુર છે. અમને બાબા સાહેબ પર તેમની સલાહની પણ જરુર નથી. તેમને ગડકરીની શ્રેણીમાં રાખવા ભયંકર વાત છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Maharashtra

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन