અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સામે સંકટ! ઉદ્ધવ સરકાર પ્રોજેક્ટની સમીક્ષા કરશે

News18 Gujarati
Updated: December 2, 2019, 10:43 AM IST
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સામે સંકટ! ઉદ્ધવ સરકાર પ્રોજેક્ટની સમીક્ષા કરશે
પ્રતીકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સામે સંકટના કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે!

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સત્તા પરિવર્તનની સાથે અમદાવાદ-મુંબઈ માટે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન (Ahmedabad-Mumbai Bullet Train)ના ભવિષ્ય પર સંકટ ઊભું થતું હોય એવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યુ કે, તેઓએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સહિત રાજ્યમાં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટની સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે, બુલેટ ટ્રેન પરિયોજનામાં જેમની ભૂમિનું અધિગ્રહણ કરવામાં આવવાનું છે તેવા ખેડૂતો અને આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રની સરકાર સામાન્ય માણસોની છે

ઉદ્ધવ ઠાકરેએ રવિવાર મોડી રાત્રે મુંબઈમાં કહ્યુ કે, આ સરકાર સામાન્ય માણસોની છે. અમે બુલેટ ટ્રેન (પ્રોજેક્ટ)ની સમીક્ષા કરીશું. આ દરમિયાન તેઓએ કહ્યુ કે, મેં આરે કાર શૅડની જેમ બુલેટ ટ્રેન પરિયોજનાને રોકી નથી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra Modi)ના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે.

સરકાર શ્વેત પત્ર લાવશે

ઠાકરેએ જણાવ્યું કે, તેમની સરકાર રાજ્યની નાણાકિય સ્થિતિ પર શ્વેત પત્ર પણ લાવશે. રાજ્ય સરકાર જેની પર લગભગ પાંચ લાખ કરોડ રુપિયાનું દેવું છે તે ખેડૂતોનું કોઈ શરત વગર દેવું માફ કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે એક દિવસ પહેલા શિવસેના (Shiv Sena), રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) અને કૉંગ્રેસ (Congress)ની ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA)એ 288 સભ્યોવાળી રાજ્ય વિધાનસભામાં 169 ધારાસભ્યોના સમર્થનથી વિશ્વાસ મત જીતી લીધો.ઠાકરેએ કહ્યુ કે, રાજ્યમાં ફડણવીસ સરકારની જે પ્રાથમિક્તાઓ હતી તેને હટાવવામાં નહીં આવે. તેઓએ કહ્યુ કે, તેમાં પ્રતિશોધની રાજનીતિ નથી.

આ પણ વાંચો,

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીઓના પરિવાર પણ આઘાતમાં, માતાએ કહ્યું- દીકરાને સજા આપો
દુલ્હનના રૂમમાંથી 10 લાખના ઘરેણાં ભરેલી બેગ ચોરીને ગઠિયો રફુચક્કર!
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर