મહારાષ્ટ્રમાં શિવસેના ગઠબંધન સરકાર! સંજય રાઉતે કહ્યુ- કેટલાક સંબંધોથી બહાર આવવું સારું હોય છે

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)

સંજય રાઉતે શુક્રવારે ટ્વિટ કર્યું કે, અહંકાર માટે નહીં પરંતુ સ્વાભિમાન માટે ક્યારેક કેટલાક સંબંધોથી બહાર આવી જવું જ સારું હોય છે.

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકારનો રસ્તો સાફ થઈ રહ્યો છે. શિવસેના-કૉંગ્રેસ અને એનસીપી મુંબઈમાં સરકાર રચવાને લઈ મોટી જાહેરાત કરી શકે છે. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉત (Sanjay Raut)એ બીજેપી પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે શુક્રવારે ટ્વિટ કર્યું કે, અહંકાર માટે નહીં પરંતુ સ્વાભિમાન માટે ક્યારેક કેટલાક સંબંધોથી બહાર આવી જવું જ સારું હોય છે.

  મૂળે, બીજેપી (BJP)ની સાથે ગઠબંધનમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2019) લડનારી શિવસેના (Shiv Sena)ને સત્તામાં બરોબરીની ભાગીદારી અને અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગને કારણે બંને પાર્ટીઓમાં સહમતિ નહોતી સધાઈ. હવે એનસીપી (NCP) અને કૉંગ્રેસ (Congress)ની સાથે મળી શિવસેના સરકાર રચવા તરફ આગળ વધી રહી છે. સંજય રાઉતે ટિ્વટ કરીને એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બીજપીએ અમારી માંગોને ન માનીને સ્વાભિમાનને ઠેસ પહોંચાડી, તેથી અમે અલગ થઈ રહ્યા છીએ.

  આ પણ વાંચો, મોડી રાત્રે શરદ પવારના ઘરે પહોંચ્યા ઉદ્ધવ, સરકાર રચવાની જાહેરાત આજે!

  શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યુ હતું કે ટૂંક સમયમાં કૉંગ્રેસ-એનસીપી અને શિવસેનાના નેતા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવાજશે. તેઓએ દાવો કર્યો હતો કે શનિવારે ત્રણેય પાર્ટીઓના નેતા ધારાસભ્યોને સમર્થન પત્રની સાથે રાજ્યપાલને મુલાકાત માટે સમય માંગશે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે નવી સરકારની રચના ઝારખંડ ચૂંટણીના પ્રથમ ચરણ પહેલાં થઈ શકે છે.

  નોંધનીય છે કે, 24 ઑક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. એક મહિનાનો સમય થવા જઈ રહ્યો છે પરંતુ હજુ સુધી રાજ્યમાં સરકારની રચના નથી થઈ શકી. શિવસેનાના નેતૃત્વમાં એનસીપી અને કૉંગ્રેસની સરકાર રચવાને લઈ વાતચીત અંતિમ ચરણમાં છે. રાજ્યમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

  આ પણ વાંચો, પુડુચેરીના મુખ્યમંત્રીએ કહ્યુ, કેન્દ્ર સરકાર રાજ્યને Transgender જાહેર કરી દે!
  Published by:Mrunal Bhojak
  First published: