અમિત શાહને મળ્યા બાદ ફડણવીસે કહ્યુ, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સરકાર બનશે

અમિત શાહને મળ્યા બાદ ફડણવીસે કહ્યુ, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સરકાર બનશે
દિલ્હીમાં દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, સરકાર રચવા વિશે કોઈ શું કહી રહ્યું છે તેની વિશે હું કોઈ ટિપ્પણી નહીં કરું

 • Share this:
  નવી દિલ્હી : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર રચવાને લઈ છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી ખેંચતાણ હવે દિલ્હી પહોંચી ગઈ છે. સોમવારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)એ દિલ્હી પહોંચીને ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) સાથે મુલાકાત કરી. મીડિયા અહેવાલો મુજબ, આ દરમિયાન ફડણવીસ અને અમિત શાહ વચ્ચે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગ ચર્ચા થઈ. જોકે, મીટિંગ બાદ બહાર આવેલા ફડણવીસે સરકાર રચવા વિશે કોઈ ચર્ચા થયાનો ઇન્કાર કરતાં કહ્યુ કે, ગૃહ મંત્રી અમિત શાહ સાથે માત્ર ખેડૂતોને થયેલા નુકસાન વિશે વાતચીત થઈ.

  ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સરકાર બનશે. કોણ શું કહી રહ્યું છે, હું તેની પર કોઈ ટિપ્પણી નહીં કરું. બીજેપી-શિવસેનામાં વાતચીત ચાલી રહી છે.  ન્યૂઝ એજન્સી ANI મુજબ, ફડણવીસની અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને થયેલા નુકસાન પર નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ (NDRF) હેઠળ મળનારી સહાયતા પર ચર્ચા થઈ. જોકે, માનવામાં આવી રહ્યું છે કે તેની સાથે બંને નેતાઓ વચ્ચે મહારાષ્ટ્રના રાજકીય સંકટ વિશે પણ ચર્ચા થઈ.

  સંજય રાઉતે કર્યુ આ ટ્વિટ

  મહારાષ્ટ્રમાં સરકાર રચવાના પ્રયાસો વચ્ચે શિવસેના (Shiv Sena) સાંસદ સંજય રાઉત (Sanjay Raut)એ ટ્વિટ કર્યુ છે. રાઉતે ઉદ્ધવ ઠાકરે ની સાથે ફોટો શૅર કરતાં લખ્યું કે, લક્ષ્ય સુધી પહોંચતા પહેલા સફરમાં મજા આવે છે. જય હિંદ.

  આ પણ વાંચો,

  સંજય રાઉતનો દાવો : શિવસેના પાસે 170 ધારાસભ્યોનું સમર્થન, અમારા જ CM હશે
  શિવસેનાએ વસીમ બરેલવીના શેરથી BJP પર કટાક્ષ કર્યો, લખ્યું- અગર જિંદા હો...
  First published:November 04, 2019, 13:38 pm