મહારાષ્ટ્ર સરકારનો આદેશ, સરકારી કર્મચારી જીન્સ-ટી શર્ટ પહેરીને ઓફિસ ના આવે

મહારાષ્ટ્ર સરકારનો આદેશ, સરકારી કર્મચારી જીન્સ-ટી શર્ટ પહેરીને ઓફિસ ના આવે
મહારાષ્ટ્ર સરકારનો આદેશ, સરકારી કર્મચારી જીન્સ-ટી શર્ટ પહેરીને ઓફિસ ના આવે

કર્મચારીઓ પ્રોફેશનલ દેખાય તે માટે ફોર્મલ કપડાં પહેરવાનો આદેશ આપવામાં આવ્યો

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે (Uddhav Thackeray Goverment)પોતાના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે ઓફિસમાં જીન્સ અને ટી શર્ટ પહેરીને ના આવે. સરકારે આદેશ આપ્યો છે કે કાયમી અને કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારી સચિવાલય અને સરકારી ઓફિસોમાં જીન્સ અને ટી શર્ટ પહેરીને ના આવે. કર્મચારીઓ પ્રોફેશનલ દેખાય તે માટે ફોર્મલ કપડાં પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અલગ અલગ રાજ્યોમાંથી કર્મચારીઓને જીન્સ અને ટી શર્ટ નહીં પહેરવાના આદેશના સમાચાર આવ્યા છે. 2018માં રાજસ્થાન સરકારે પણ આવો આદેશ જાહેર કર્યો હતો. શ્રમ વિભાગના કમિશ્નર દ્વારા જાહેર કરાયેલ નોટીફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે ઓફિસમાં જીન્સ અને ટી શર્ટ પહેરીને ના આવો.  આ પણ વાંચો - ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં દાવો - પ્રો લેફ્ટ વિંગે હાઇજેક કર્યું ખેડૂતોનું આંદોલન, થઈ શકે છે હિંસા

  આ પહેલા ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ આવા આદેશ આપવામાં આવી ચૂક્યા છે. 2012માં યૂપીમાં અખિલેશ સરકારે પણ સરકારી કર્મચારીઓને ઓફિસમાં ફોર્મલ કપડાંમાં આવવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં કર્મચારી સંઘ તરફથી આ આદેશનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

  કર્મચારી પરિસંઘના અધ્યક્ષ વિનોદ કુમારે કહ્યું હતું કે જીન્સ અને ટી શર્ટને આખી દુનિયા પહેરે છે. ઓફિસમાં તેને પહેરીને આવવાથી કામ પર શું અસર પડશે તે સરકાર બતાવે.
  Published by:Ashish Goyal
  First published:December 11, 2020, 23:12 pm