મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ભીમા કોરેગાંવ અને મરાઠા આંદોલનના 808 કેસ પાછા ખેચ્યા

News18 Gujarati
Updated: February 27, 2020, 6:50 PM IST
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ભીમા કોરેગાંવ અને મરાઠા આંદોલનના 808 કેસ પાછા ખેચ્યા
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ભીમા કોરેગાંવ અને મરાઠા આંદોલનના 808 કેસ પાછા ખેચ્યા

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અનિલ દેશમુખે જાણકારી આપી

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) ગુરુવારે મોટો નિર્ણય કરતા ભીમા કોરેગાંવ (Bhima Koregaon case) અને મરાઠા આંદોલન સાથે જોડાયેલ ઘણા મામલા પાછા લેવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અનિલ દેશમુખે જાણકારી આપી છે કે ભીમા કોરેગાંવ કેસ સાથે જોડાયેલ કુલ 649 મામલામાંથી 348 મામલા મહારાષ્ટ્ર સરકાર પાછા લઈ રહી છે. સાથે મરાઠા આંદોલનના કુલ 548 કેસમાંથી 460 મામલાને પણ સરકારે પાછા લેવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે કોરેગાંવ ભીમા તપાસ આયોગે 2018માં થયેલી હિંસા મામલામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને તલબ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યાયિક પેનલના વકીલ આશિષ સતપુતેના મતે આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) જેએન પટેલે ટિપ્પણી કરી હતી કે પવારે પેનલ સામે સોગંદનામું દાખલ કર્યું છે કે તેમને તલબ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ માટે સમન્સ જારી કરવામાં આવશે.

વકીલના મતે સુનાવણી દરમિયાન અંતિમ ચરણમાં આયોગ પવારને તલબ કરી શકે છે. આ મહિનાની શરુઆતમાં રાજ્ય સરકારે આયોગનો કાર્યકાળ આઠ એપ્રિલ સુધી વધારી દીધો છે અને આયોગને રિપોર્ટ રજુ કરવા કહ્યું છે.

પૂણે પોલીસના મતે 31 ડિસેમ્બર 2017ના રોજ માઓવાદીઓના સમર્થનથી પૂણેમાં એલ્ગાર પરિષદના સંમેલનમાં ભડકાઉ ભાષણ આપવામાં આવ્યા હતા. જેના કારણે બીજા દિવસે જિલ્લામાં કોરેગાંવ ભીમા યુદ્ધ સ્મારકમાં જાતીય હિંસા થઈ હતી.
First published: February 27, 2020, 6:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading