હવે મહારાષ્ટ્રમાં પ્રોટેમ સ્પીકરની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હશે, જાણો કારણ

વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરને કેમ નિયુક્ત કરવામાં આવે છે અને તેમની પાસે શું શક્તિઓ હોય છે?

વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરને કેમ નિયુક્ત કરવામાં આવે છે અને તેમની પાસે શું શક્તિઓ હોય છે?

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)ના હાઇ-વોલ્ટેજ રાજકીય ડ્રામાની વચ્ચે સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ભારતીય જનતા પાર્ટી (BJP) અને અજિત પવાર (Ajit Pawar)ને ગૃહમાં બુહમત પુરવાર કરવા માટે 27 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 27 નવેમ્બર સાંજે 5 વાગ્યા પહેલા ધારાસભ્યોના શપથ લેવા અનિવાર્ય છે. સાથોસાથ કોર્ટે કહ્યું કે, પ્રોટેમ સ્પીકર (Pro-tem Speaker)ની નિયુક્તિ પણ કરવામાં આવે. બંને પક્ષોની વચ્ચે ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે હવે પ્રોટેમ સ્પીકરની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બની ગઈ છે. હવે જોવું રસપ્રદ રહેશે કે અંતે મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ સ્પીકર કોને બનાવવામાં આવે છે.

  પ્રોટેમ સ્પીકરને કેમ નિયુક્ત કરવામાં આવે છે?

  પ્રોટેમ સ્પીકર, ચૂંટણી બાદ પહેલા સત્રમાં સ્થાયી અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ ચૂંટાય ત્યાં સુધી ગૃહનું કામકાજ સ્પીકર તરીકે ચલાવે છે એટલે કે ગૃહનું સંચાલન કરે છે. તેઓ કામચલાઉ અને અસ્થાયી સ્પીકર હોય છે. ખૂબ જ ઓછા સમય માટે તેમની પસંદગી કરવામાં આવે છે.

  સૌથી સિનિયર સભ્યને ચૂંટવાની પરંપરા

  હજુ સુધી મોટાભાગના મામલાઓમાં પરંપરા રહી છે કે ગૃહના સિનિયર સભ્યોમાંથી કોઈને આ જવાબદારી આપવામાં આવે છે. પ્રોટેમ સ્પીકર ત્યાં સુધી પોતાના પદ પર રહે છે જ્યાં સુધી સ્થાયી અધ્યક્ષની ચૂંટણી ન થાય.

  આ પણ વાંચો, ફડણવીસ સરકારને 'સુપ્રીમ' આંચકો, કાલે 5 વાગ્યા પહેલા બહુમત સાબિત કરવો પડશે

  ક્યારે સંભાળી શકે છે કામકાજ

  જોકે, માત્ર ચૂંટણી બાદ જ પ્રોટેમ સ્પીકરની જરૂર નથી પડતી પરંતુ તેવી દરેક પરિસ્થિતિમાં પ્રોટેમ સ્પીકરની જરૂર પડે છે જ્યારે ગૃહમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ એક સાથે ખાલી હોય. તે તેમની મૃત્યુની સ્થિતિ ઉપરાંત બંનેએ સાથે રાજીનામાં આપ્યાની સ્થિતિમાં હોઈ શકે છે.

  પ્રોટેમ સ્પીકર પાસે શું શક્તિઓ હોય છે?

  બંધારણમાં પ્રોટેમ સ્પીકરની શક્તિઓનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. પ્રોટેમ શબ્દની વાત કરીએ તો આ લેટિન શબ્દ પ્રો ટેમ્પોરનું સંક્ષિપ્ત રુપ છ. જેનો મતલબ થાય છે- થોડાક સમય માટે.

  આ પણ વાંચો, અજિત પવારની મુશ્કેલી વધી શકે છે, સિંચાઈ ગોટાળા કેસ બંધ કરવાની વિરુદ્ધ શિવસેના સુપ્રીમ જવાની તૈયારીમાં
  Published by:Mrunal Bhojak
  First published: