બચાવનાર 'ભગવાન' સમાન છે, આ વાત સમજાશે 50 સેકન્ડના Videoમાં

News18 Gujarati
Updated: August 11, 2019, 12:41 PM IST
બચાવનાર 'ભગવાન' સમાન છે, આ વાત સમજાશે 50 સેકન્ડના Videoમાં
મહારાષ્ટ્ર પૂર

મહારાષ્ટ્રમાં જ્યારે રેસ્ક્યૂ કરવા આવનાર સેનાના જવાનના એક મહિલાએ આભાર ભાવ સાથે પગ સ્પર્શ્યા

  • Share this:
સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તમામ લોકો આ વીડિયોની વાત કરી રહ્યા છે અને તેને બિરદાવી રહ્યા છે. જો કે આ વીડિયોમાં ખરેખરમાં થયું પણ તેવું છે કે કોઇ પણ કહેશે ધન્ય છો તમને! વાત મહારાષ્ટ્રમાં ફસાયેલા હજારો લોકોની છે, જેને દિવસરાત ભારતીય સેના, એનડીઆરએફ, પોલીસની ટૂકડીઓ બચાવ કરીને સલામત સ્થળે ખસેડી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો પર સ્લોગન પણ લખાઇને આવી રહ્યા છે કે "મંદિર ડૂબ્યા, મસ્જિદ ડૂબ્યા ત્યારે વર્દી પહેરી ભગવાન બચાવવા ઉતર્યા!"

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના સતારા, સાંગલી, કોલ્હાપુર વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા છે. અને પૂરની પરિસ્થિતિ વચ્ચે અનેક લોકો મદદની રાહ જોઇ પોતાના મકાનની છતની બેઠા છે. તેમની આંખમાં રાહ છે તો એક લીલી કે કેસરી વર્દીની. તેમને પણ ખબર છે ચારે બાજુ પાણી ફેલાયેલું છે. અને આ કપરી પરિસ્થિતિમાં જો તેમનો કોઇ હાથ પકડશે તો તે છે આ ભારતીય સેનાના જવાનો કે પછી એનડીઆરએફના જવાનો. સ્થાનિક સ્થળે પોલીસ પણ લોકોના બચાવ કાર્યમાં અદ્ઘભૂત કામગીરી બજાવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના આ વીડિયામાં એક મહિલા રેસ્કૂય ટીમની હોડીમાં બેઠી છે. અને ત્યાં હાજર સેનાના જવાનોના એક પછી એક પગ સ્પર્શ રહી આભાર વ્યક્ત કરી રહી છે. જાણે કે કહી રહી હોય કે "અમને બચાવી તમે જે ઉપકાર કર્યો છે તે માટે જીવનભર અમે તમારા આભારી રહીશું."સોશિયલ મીડિયામાં પણ લોકો આ મહિલાના ભાવ અને જવાનોની નિસ્વાર્થ સેવાને જોઇને ભારે ભાર વખાણ કરી રહ્યા છે. આ વીડિયો પત્રકાર નિરજ રાજપૂરે ટ્વટિ કર્યો છે. અને કહ્યું છે કે "સાંગલીનો આ વીડિયો ખરેખરમાં હદયને સ્પર્શે તેવો છે. જેમાં મહિલા આભાર ભાવ સાથે સૈનિકના પગ સ્પર્શી રહી છે"

આ વીડિયોની નીચે અન્ય લોકોએ પણ ભારતીય સેના અને એનડીઆરએફ તથા લોકલ પોલીસના વખાણ કરી. તેમની આ નિસ્વાર્થ અને અવિરત સેવાના માટે આભાર વ્યક્ત કરી રહી છે.
First published: August 11, 2019, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading