Home /News /national-international /બળદગાડાની રેસ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો, જુઓ વીડિયો

બળદગાડાની રેસ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો, જુઓ વીડિયો

જાહેરમાં ફાયરિંગ

વીડિયોમાં દેખાય રહ્યું છે કે કેટલાક લોકો ગાડીની આજુબાજુ ઉભેલા છે, ત્યારે સામેની તરફથી અચાનક ગોળીબારી કરવામાં આવે છે. આ દરમિયાન રસ્તામાં અફરાતફરીનો માહોલ સર્જાય છે. જેમ જેમ ગોળીબાર ચાલુ રહ્યો તેમ, કેટલાક લોકો કવર માટે વાહનોની પાછળ દોડે છે, જ્યારે અન્ય લોકો પાર્ક કરેલી કારની પાછળ સંતાવાનો પ્રયાસ કરે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Maharashtra, India
    મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં રવિવારે રસ્તામાં જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. શરૂઆતી તપાસમાં માહિતી મળી છે કે બળદગાડાની રેસને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને લડાઈ પણ થઈ હતી. ત્યાર પછી 15-20 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. તેમાં કોઈને ઈજા થયાની માહિતી નથી મળી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

    તપાસ મુજબ આ ઘટના અંબરનાથ MIDCમાં સુદામા હોટેલ પાસે બની હતી. બળદગાડાની સ્પર્ધા દરમિયાન પનવેલના પંઢરીશેઠ ફડકે અને કલ્યાણના રાહુલ પાટીલ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ ફડકેના જૂથના માણસોએ પાટીલના જૂથના માણસો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

    [playlist type="video" ids="1283700"]

    Firing reported in Ambernath city of Thane District between two over Bullock cart race.. #Maharashtra #Shocking #Thane #maharashtradgp pic.twitter.com/NCBNuSKRqm



    આ પણ વાંચોઃ રેપ અને ગેંગરેપની 2 મોટી ઘટનાથી પોલીસ બેડામાં સનસની, આ જિલ્લાઓમાં વધુ મામલા સામે આવી રહ્યા છે

    વીડિયોમાં દેખાય રહ્યું છે કે કેટલાક લોકો ગાડીની આજુબાજુ ઉભેલા છે, ત્યારે સામેની તરફથી અચાનક ગોળીબારી કરવામાં આવે છે. આ દરમિયાન રસ્તામાં અફરાતફરીનો માહોલ સર્જાય છે. જેમ જેમ ગોળીબાર ચાલુ રહ્યો તેમ, કેટલાક લોકો કવર માટે વાહનોની પાછળ દોડે છે, જ્યારે અન્ય લોકો પાર્ક કરેલી કારની પાછળ સંતાવાનો પ્રયાસ કરે છે.

    પહેલા બોલચાલ, પછી ગોળીબાર


    મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના થાણે જિલ્લાના અંબરનાથમાં બળદગાડાની રેસ દરમિયાન થઈ, જ્યારે બે વ્યક્તિ પનવેલનો પંઢરીશેઠ ફડકે અને કલ્યાણના રાહુલ પાટિલ વચ્ચે બોલચાલ થઈ હતી. ત્યાર પછી બંને જૂથ વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. આ દરમિયાન એક જૂથે બીજા જૂથ પર ફાયરિંગ શરૂ કર્યું. રાહુલ પાટિલનો આરોપ છે કે, ફડકેના સમર્થકોએ તેમની ગાડીમાં તોડફોડ પણ કરી હતી.

    પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે


    ઘટનાની સૂચના મળતા જ શિવાજીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યાં સુધી લોકો ત્યાંથી નીકળી ચૂક્યા હતા. થોડા સમય પછી રાહુલ પાટિલના સમર્થકો ઘટના સ્થળે જમા થઈ ગયા. જેના કારણે સ્થિતિ તંગ બની હતી. પોલીસે જણાવ્યું કે આ કેસના આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને શોધવા માટે 8 થી 10 ટીમો મોકલવામાં આવી છે. પોલીસે કહ્યું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Firing, Maharashtra, Race

    विज्ञापन
    विज्ञापन