પુણેઃ કોવિડ વેક્સીન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટના ટર્મિનલ 1 ગેટ પાસે લાગી આગ

કોવિશીલ્ડ વેક્સીન બનાવી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પરિસરમાં લાગી આગ

કોવિશીલ્ડ વેક્સીન બનાવી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પરિસરમાં લાગી આગ

 • Share this:
  મહારાષ્ટ્ર. પુણેમાં આવેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના ટર્મિનલ 1 ગેટ પર આગ (Fire) લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આગમાં કેટલું નુકસાન થયું તેની જાણકારી હાલ મળી નથી. જોકે અહેવાલ છે કે દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા પૈકી એક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે તે વિસ્તાર સુરક્ષિત છે. એએનઆઈના રિપોર્ટ મુજબ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં આગ લાગી છે. વેક્સીન અને વેક્સીન મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ બિલકુલ સુરક્ષિત છે.

  મળતી માહિતી મુજબ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં જે સ્થળે આગ લાગી છે ત્યાં 10 ફાયર ટેન્ડર્સ પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  આ પણ વાંચો, વેક્સીનથી અત્યાર સુધીમાં 600 લોકોને સાઇડ ઇફેક્ટ, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ- આ સામાન્ય વાત છે

  ઘટનાની સામે આવેલી તસવીરોમાં દૂરથી જ કાળા ધૂમાડો જોવા મળી રહ્યો છે. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. 10 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

  આ પણ વાંચો, Covid Vaccination: વેક્સીનેશનના બીજા ચરણમાં PM, CM અને સાંસદોને અપાશે રસી, જાણો Details

  સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોરોના વાયરસની વેક્સીન કોવિશીલ્ડનું નિર્માણ કરી રહી છે. આ વેક્સીન ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા. કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને બનાવી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે જેની શરૂઆત સાયરસ પૂનાવાલાએ 1966માં કરી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: