ખેડૂતની માંગણી: BJP-શિવસેના નક્કી ન કરે ત્યાં સુધી મને CM બનાવો!

News18 Gujarati
Updated: November 1, 2019, 11:23 AM IST
ખેડૂતની માંગણી: BJP-શિવસેના નક્કી ન કરે ત્યાં સુધી મને CM બનાવો!
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Election 2019) ના પરિણામ આવ્યાને આઠ દિવસો થઇ ગયા પણ સરકાર ગઠનનો કોઇ પણ રસ્તો હજી સ્પષ્ટ નથી થયો. સરકાર કોની બનશે અને મુખ્યમંત્રી કોણ થશે તે વાતને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલુ જ છે. સત્તાની ખુરશીની આ ખેંચતાણ વચ્ચે એક ખેડૂતે પત્ર લખી બધાને ચોંકાવી દીધા. બીડ જિલ્લાના આ ખેડૂતે ભાજપ (BJP) અને શિવસેના (Shivsena) વચ્ચેના મતભેદો જ્યાં સુધી સમાપ્ત ના થાય ત્યાં સુધી તેને મુખ્યમંત્રી બનાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ખેડૂતે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને નામે પત્ર લખ્યો છે. અને બીડ કલેક્ટરને સોંપ્યો છે. કેજ તાલુકાના વડમૌલીના નિવાસી ખેડૂત શ્રીકાંત વિષ્ણુ ગડાલે કહ્યું કે એક તરફ ખેડૂતોની સમસ્યાનો કોઇ અંત નથી આવી રહ્યો અને બીજી તરફ શિવસેના અને ભાજપ મુખ્યમંત્રી પદના મુદ્દાનું નિવારણ નથી લાવી રહ્યા.
શ્રીકાંત કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પ્રાકૃતિક આપદાના ખેડૂતોને મોટા પાયે નુક્શાન થયું છે. કેટલાક વિસ્તારોમાં તો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતો ગળાડૂબ દેવામાં છે. પણ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી પણ શિવસેના અને ભાજપ મુખ્યમંત્રી પદનો મુદ્દો નથી ઉકેલાયો.

શ્રીકાંતે પત્રમાં લખ્યું છે કે આ સમયે ખેડૂતો મુશ્કેલીમાં છે. ત્યારે જ્યાં સુધી ભાજપ-શિવસેના કોણ મુખ્યમંત્રી બનશે તે વાતને નક્કી નથી કરી શકતા ત્યાં સુધી મને મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બનાવી દો. હું ખેડૂતોની સમસ્યાનો અંત લાવીશ અને તેમને ન્યાય અપાવીશ.
50-50 ફોર્મૂલા
તમને જણાવી દઇએ કે 24 ઓક્ટોબરે આવેલા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને પૂર્ણ બહુમતી મળી હતી. ભાજપને 105 સીટો મળી છે અને તે જીતીને સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી છે. ત્યાં જ તેની સહયોગી શિવસેના 56 સીટો પર જીતનો સ્વાદ ચાખ્યો છે. જે પછી શિવસેનાએ નવી સરકારમાં 50-50 ટકા ભાગીદારીના ફોર્મૂલાને લાગુ કરવાની માંગ કરી છે. સાથે સીએમ પદ માટે અઢી-અઢી વર્ષ બંને પાર્ટીના મુખ્યમંત્રીને તક આપવાની વાત કરી છે.
First published: November 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading