કોરોના વાયરસ : મહારાષ્ટ્ર સરકારે 31મી જુલાઇ સુધી લૉકડાઉન લંબાવ્યું

News18 Gujarati
Updated: June 29, 2020, 5:43 PM IST
કોરોના વાયરસ : મહારાષ્ટ્ર સરકારે 31મી જુલાઇ સુધી લૉકડાઉન લંબાવ્યું
ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોવિડ 19 (Covid-19)ના કેસને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારે લૉકડાઉન (Lockdown) 31મી જુલાઇ સુધી લંબાવી દીધું છે.

  • Share this:
મુંબઈ : માહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને 31મી જુલાઇ સુધી લૉકડાઉન (Uddha Thackeray Government Extend Lockdown) લંબાવી દીધું છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોવિડ 19ના કેસને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરના વડપણ હેઠળની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA) સરકારે આ નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે કોરોના વાયરસ (Coronavirus)ને કાબૂમાં લેવા માટે સરકાર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો અને જિલ્લા કલેક્ટરોને અમુક વસ્તુઓ અને વ્યક્તિઓની આવ-જા રોકવા માટેનો આદેશ કરી શકે છે. સરકારે આદેશ કર્યો છે કે ઇમરજન્સી, સ્વાસ્થ્ય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ તેમજ સરકારી કાર્યાલય 15 ટકા ક્ષમતા અથવા 15 વ્યક્તિ (જે વધારે હોય) સાથે કામ કરી શકશે. તમામ ખાનગી ઓફિસો 10 ટકા સ્ટાફ અથવા 10 વ્યક્તિ જે વધારે હોય તેની સાથે કામ કરી શકશે.

ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યુ હતુ કે 30 જૂન પછી પણ રાજ્યમાં પ્રતિબંધ ચાલુ જ રહેશે. ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ટીવીમાં સંબોધન કરતા કહ્યુ હતુ કે 30 જૂન પછી રાજ્યમાં લૉકડાઉન અંગે લાગૂ કરવામાં આવેલા નિયમ ચાલુ રહેશે. ઠાકરેએ લૉકડાઉનમાં ઢીલ આપવાનો ઇન્કાર કર્યો હતો. ત્યાર બાદ ઠાકરેએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, "શું 30 જૂન પછી લૉકડાઉન હટાવવામાં આવશે? સ્પષ્ટ જવાબ 'ના' છે."

આ પણ વાંચો : સ્વામિનારાયણ પંથના વધુ એક સાધુની 'પ્રેમલીલા', મહિલા સાથેનું રોમેન્ટિક ચેટિંગ વાયરલ

ઠાકરેએ કહ્યુ કે અર્થવ્યવ્થાને ફરીથી પાટા પર લાવવા માટે અનલૉકની પ્રક્રિયા ધીમે ધીમે શરૂ કરવામાં આવી છે. જેને 'મિશન બિગિન અગેન' નામ આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું કે 30 જૂન પછી અમુક પ્રતિબંધ થોડા હળવા કરાશે, ધીમે ધીમે વધારે ઢીલ આપવામાં આવશે. તેમણે કહ્યુ કે, "રાજ્યમાં મિશન બિગિન અગેન અંતર્ગત અનલૉક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 30 જૂન પછી પણ પ્રતિબંધો ચાલુ રહેશે પરંતુ ધીમે ધીમે તેમાં ઠીલ આપવામાં આવશે."

વીડિયોમાં જુઓ : સ્વામિનારાયણ સાધુની પ્રેમલીલા વાયરલ
અમુક પ્રતિબંધ ચાલુ રહેશે

મુખ્યમંત્રી કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, "કેસના આધારે ઢીલ આપવામાં આવશે. દા.ત. મુસાફર પરિવહન અંગે અમુક પ્રતિબંધ ચાલુ રહેશે, પરંતુ અમુક સ્થાનિક સેવાઓને મંજૂરી આપવામાં આવશે." ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે, મોટા પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા હોવાથી કડક પ્રતિબંધો જારૂરી છે. "હું લૉકડાઉન શબ્દનો પ્રયોગ ન કરું તો પણ કોઈ ખોટા ખયાલમાં ન રહેતા અને સુરક્ષા બિલકુલ ઓછી ન કરતા. હકીકતમાં આપણે નિયમો વધારે કડક કરવાની જરૂર છે."

મુખ્યમંત્રીએ કહ્યુ કે, હાલ સંકટ ખત નથી થયું. "આપણે આ યુદ્ધને અધવચ્ચે જ નથી છોડી દેવું. મને વિશ્વાસ છે કે તમે સરકારને સમર્થન આપશો, જેનાતી ફરીથી લૉકડાઉન ન લગાવવું પડે."
First published: June 29, 2020, 5:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading