મહારાષ્ટ્ર Exit Polls: CM ફડણવીસ, આદિત્ય ઠાકરે, પૃથ્વીરાજ ચવ્વાણ સહિત VVIP બેઠકોનો હાલ

News18 Gujarati
Updated: October 21, 2019, 8:58 PM IST
મહારાષ્ટ્ર Exit Polls: CM ફડણવીસ, આદિત્ય ઠાકરે, પૃથ્વીરાજ ચવ્વાણ સહિત VVIP બેઠકોનો હાલ
પ્રતિકાત્મક તસવીર

ન્યૂઝ 18 ગુજરાતીના એક્ઝિટ પોલ મુજબ એનડીએને મહારાષ્ટ્રમાં 243 બેઠક મળતી જોવા મળે છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ખાતામાં 141 બેઠકો જોવા મળે છે તો શિવસેનાને 102 બેઠકો મળતી જોવા મળી રહી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મહારાષ્ટ્ર (Maharashtra)માં વિધાનસભાની (Mharashtra Assembly Elections) 288 બેઠકો પર મતદાન થઈ ગયું છે. ન્યૂઝ 18 ગુજરાતી અને રિસર્ચ પાર્ટરન IPSOS એક્ઝિટ પોલ મુજબ એનડીએને (NDA) મહારાષ્ટ્રમાં 243 બેઠક મળતી જોવા મળે છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના (Bhartiya janata party) ખાતામાં 141 બેઠકો જોવા મળે છે તો શિવસેનાને (Shivsena) 102 બેઠકો મળતી જોવા મળી રહી છે. યુ.પી.એ. મહારાષ્ટ્રમાં ફક્ત 41 બેઠકો મળતી જોવા મળી રહી છે. જેમાં કૉંગ્રેસ (congress)ના ખાતે 17 અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (Nationalist Congress)ના ખાતે 22 બેઠકો જાય તેવી શક્યતા છે.

રાજ્યની વીવીઆઈપી બેઠકોની ચર્ચા કરીએ તો મુખ્ય દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadanvis) નાગપુર દક્ષિણથી વિજયી થતા જોવા મળી રહ્યા છે. જ્યારે શિવસેનામાંથી પ્રથમ વાર ચૂંટણી લડી રહેલા આદિત્ય ઠાકરે (Aditya Thackeray) વર્લી બેઠક પરથી જીત મેળવે તેવી શક્યતા છે.

પંકજા મુંડેની જીત થઈ શકે

કોથરૂડ (Kothrud) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદ્રકાંત પાટીલની જીત થઈ શકે છે, જ્યારે શિરડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને સરકારમાં મંત્રી રાધાકૃષ્ણવિખે પાટિલ જીતી શકે છે. પરલી સીટ પરથી પૂર્વ મંત્રી દિવંગત ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે જીતતી નજરે આવે છે.

આ પણ વાંચો :  Exit Poll : મહારાષ્ટ્ર અને હરિયાણામાં ફરીથી ભાજપની જ સરકાર બનશે

કૉંગ્રેસ અને એનસીપીના આ ઉમેદવારો જીતી શકે છેબારામતી બેઠક પરથી એનસીપીના ઉમેદવાર અજીત પવાર કાંટાની ટક્કર આપે તેવી વકી છે. યેવલા સીટ પરથી એનસીપીના ઉમેદવાર છગળ ભુજબળ પણ બેઠક બચાવી શકે તેવી શક્યતા છે. કરાડ દક્ષિણ બેઠક પરથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્વાણ પણ બેઠક જીતે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Maharashtra Exit Poll Result 2019 : મહારાષ્ટ્ર એક્ઝિટ પોલમાં NDA 243, UPA 41 પર સમેટાયું

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ 24મી ઑક્ટોબરના રોજ આવશે. મહારાષ્ટ્રમાં 8 કરોડ 98 લાખથી વધુ મતદારો હતા જેમાં 4 કરોડ 28 લાખથી વધુ મહિલાઓ અને 4 કરોડ 68 લાખથી વધુ અધિક પુરૂષ મતદારો હતા. આ મતદારોમાં 6 લાખ 76 હજાર 13 યુવા મતદારો હતા જેમની ઉંમર 18-25 વર્ષની છે. આજે મહારાષ્ટ્રમાં 96,661 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
First published: October 21, 2019, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading