Maharashtra Exit Poll Result 2019 : મહારાષ્ટ્ર એક્ઝિટ પોલમાં NDA 243, UPA 41 પર સમેટાયું

News18 Gujarati
Updated: October 21, 2019, 7:31 PM IST
Maharashtra Exit Poll Result 2019 : મહારાષ્ટ્ર એક્ઝિટ પોલમાં  NDA 243, UPA 41 પર સમેટાયું
પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્ર એક્ઝિટ પોલ 2019 : લોકસભાના સૌથી સટીક એક્ઝિટ પોલ આપનાર ન્યૂઝ 18 IPSOS મુજબ એન.ડી.એ.ને બહુમત

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મહારાષ્ટ્ર (Maharashtra)માં વિધાનસભાની 288 બેઠકો પર મતદાન થઈ ગયું છે. ન્યૂઝ 18 હિંદીના એક્ઝિટ પોલ મુજબ એનડીએને મહારાષ્ટ્રમાં 243 બેઠક મળતી જોવા મળે છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ખાતામાં 141 બેઠકો જોવા મળે છે તો શિવસેનાને 102 બેઠકો મળતી જોવા મળી રહી છે. યુ.પી.એ. મહારાષ્ટ્રમાં ફક્ત 41 બેઠકો મળતી જોવા મળી રહી છે.

મહારાષ્ટ્રમાં ભાજપ (BJP), શિવસેના (Shivsena) અને અન્ય નાના દળોની 'મહાયુતિ' અને કૉંગ્રેસ તથા એન.સી.પી.ની મહાયુતિ વચ્ચે મુકાબલો થયો હતો. રાજ્યમાં 8 કરોડ 98 લાખથી વધારે મતદારો છે જેમાંથી સરેરાશ 55 ટકા મતદારોએ મતદાન કર્યુ હતું.

ન્યૂઝ 18 ગુજરાતીએ ફરી એક વાર આપના માટે વિશ્વાસપાત્ર એક્ઝિટ પોલ તૈયાર કર્યો છે. લોકસભાની ચૂંટણી સમયે સૌથી સટીક એક્ઝિટ પોલ તૈયાર કરનાર ન્યૂઝ 18 IPSOS સાથે મળીને તૈયાર કરેલા પોલ મુજબ મહારાષ્ટ્રમાં ફરીથી એન.ડી.એ.ની પૂર્ણ બહુમતી વાળી સરકાર બનવા જઈ રહી છે.

આ પણ વાંચો :  Exit Poll : મહારાષ્ટ્ર અને હરિયાણામાં ફરીથી ભાજપ સરકાર

મહારાષ્ટ્રમાં વર્ષ 2014ની ચૂંટણી કરતા ભાજપને 19 બેઠકોને ફાયદો થતો જોવા મળી રહ્યો છે.


મહારાષ્ટ્રમાં 8 કરોડ 98લાખથી વધુ મતદારો છે. જેમાં 4 કરોડ 28 લાખથી વધુ મહિલા અને 4 કરોડ 68 લાખથી વધુ પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારોમાં 1 કરોડ 76 હજાર 13 મતદારો યુવા છે, જેમની ઉંમર 18-25 વર્ષની વચ્ચેની છે. રાજ્યમાં 96,661 મતદાન મથકો પર મતદાન થયું હતું જેમાં 6.5 લાખ કર્મચારીઓ ફરજ પર હતા.
Loading...

સરવે
ન્યૂઝ 18 IPSOSના સરવેમાં 10,800 લોકોએ ભાગ લીધો હતો જેના મુજબ આ એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવમસેનાની યુતિને 288માંથી 243 બેઠકો મળશે જ્યારે એનસીપી અને કૉંગ્રેસની યુતિને 41 જ્યારે એ.આઈ. એમ.એમ.એમ.ને 01 બેઠક અને અન્યને 03 બેઠકો મળવાનું અનુમાન છે.
First published: October 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...