મહારાષ્ટ્રનાં પૂર્વ CM અને બીજેપીનાં બિહાર ચૂંટણી પ્રભારી ફડનવીસ કોરોના પોઝિટિવ

News18 Gujarati
Updated: October 27, 2020, 2:18 PM IST
મહારાષ્ટ્રનાં પૂર્વ CM અને બીજેપીનાં બિહાર ચૂંટણી પ્રભારી ફડનવીસ કોરોના પોઝિટિવ
ફાઇલ ફોટો

આ જાણકારી દેવેન્દ્ર ફડનવીસે જાતે જ આપી છે.

  • Share this:
નવી દિલ્હી : મહારાષ્ટ્રના પૂર્વ સીએમ (maharashtra )  અને બીજેપીના (BJP) બિહાર ચૂંટણી (Bihar Election) પ્રભારી દેવેન્દ્ર ફડનવીસનો (Devendra Fadnavis) કોરોના રિપોર્ટ પોઝિટિવ (corona report) આવ્યો છે. આ જાણકારી તેમણે જાતે જ આપી છે.

ફડનવીસે લખ્યું છે કે, હું લૉકડાઉન બાદ દરેક દિવસે કામ કરી રહ્યો છું, પરંતુ હવે એવું લાગે છે કે, ભગવાનની ઇચ્છા છે કે, હું થોડા સમય સુધી અટકું અને રજા લઉ. મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ આઇસોલેશનમાં છું. ડૉક્ટરની સલાહથી દવા અને ઉપચાર લઇ રહ્યો છું. જે કોઇપણ મારા સંપર્કમાં આવ્યા છે તે પોતાનો કોવિડ 19નો ટેસ્ટ કરાવી લે. બધા લોકો ધ્યાન રાખે.

દેવેન્દ્ર પહેલા બીજેપી નેતા અને ડેપ્યુટી સીએમ સુશીલ મોદી, બે મોટા નેતા શાહનવાઝ હુસૈન અને રાજીવ પ્રતાપ રૂડી પણ કોરોના સંક્રમિત થયા હતા. બિહારનાં પહેલા ફેઝનું મતદાન 28 ઓક્ટોબરના રોજ થવાનું છે. આવી પરિસ્થિતિમાં દેવેન્દ્ર ફડનવીસને કોરોના થવો એ બીજેપીનાં પ્રચાર અભિયાન માટે મોટો ઝટકો છે.
નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 650 લોકોનાં મોત થાય છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મૃત્યાંક 1,17,956 થયો છે. આ સાથે દેશમાં મોતની ટકાવારી 1.5 થઈ છે.

મુંબઇની હોસ્પિટલની બેદરકારી સામે આવી 14 દિવસ સુધી બાથરૂમમાં સડતો રહ્યો દર્દીનો મૃતદેહ


દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 67,549 લોકો સાજા થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ 89.8 ટકા થયો છે. અત્યાર સુધી કોરોનાથી દેશમાં કુલ 70,16,046 લોકો સાજા થયા છે.
Published by: Kaushal Pancholi
First published: October 24, 2020, 2:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading