મહારાષ્ટ્ર વિધાનસભા 2019 : કૉંગ્રેસની 51 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, મોટા માથાઓને ટિકિટ મળી

News18 Gujarati
Updated: September 29, 2019, 8:41 PM IST
મહારાષ્ટ્ર વિધાનસભા 2019 : કૉંગ્રેસની 51 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, મોટા માથાઓને ટિકિટ મળી
કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ બાલા સાહેબ થોરાટ, પૂર્વ રાષ્ટ્રીય અધ્ય રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીની તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Haryana)માં આગામી 21મી ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)યોજાશે. 288 સભ્યોવાળી મહારાષ્ટ્રની વિધાનસભાનો કાર્યકાળ 9મી નવેમ્બરે થશે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં (Maharashtra Assembly Elections 2019) કૉંગ્રેસ (congress) પાર્ટી દ્વારા ઉમેદવારનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. કૉંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા (Central Election Committee) 51 સભ્યોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં મુંબઈના તમામ ઉમેદવારનો સમાવેશ થાય છે. કૉંગ્રેસ પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્વાણ સહિત અનેક મોટા માથાને ટિકિટો આપી છે.

કૉંગ્રેસની પ્રથમ યાદીમાં વિજય વેદેટ્ટીવાર, બાલા સાહેબ થોરાટ, નસીમ ખાન, વિશ્વીજીત કદમ, અમિત દેશમુખ, પ્રણિતિ શિંદે, નીતિન રાઉતને સ્થાન મળ્યું છે. કૉંગ્રેસ મુંબઈ સહિત અનેક બેઠકો પર મોટા માથાઓને ટિકિટ આપી છે.

આ પણ વાંચો : પેટાચૂંટણી : કૉંગ્રેસે ઉમેદાવારોને ફોન પર જાણ કરી, મેન્ડેટ લેવા અમદાવાદનું તેડું

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આગામી 24મી ઑક્ટોબરે યોજાવાની છે. 24મી ઑક્ટોબરે ચૂંટણીની મતગણતરી યોજાશે. 288 ધારાસભ્યો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ આગામી 9મી નવેમ્બરે સમાપ્ત થવાનો છે. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ ગત ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 60.32 ટકા મતદાન થયું હતું. વર્ષ 2014ની ચૂંટણી કરતાં 17 હજાર 901 વૉટર્સની સંખ્યા વધી છે. 21 ઑક્ટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 1.80 લાખ ઈ.વી.એમનો ઉપયોગ કરાશે.

મહારાષ્ટ્રની 51 ઉમેદવારોની યાદી


કૉંગ્રેસની પ્રથમ યાદી
ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દિલ્હી સ્થિત વડી કચેરીએ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઉમેદવારોની અંતિમ યાદી જાહેરા કરવામાં આવી રહી છે. ભાજપ આજે અથવા આવતીકાલ સુધીમાં ઉમેદવારોની યાદીના નામો જાહેર કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :  શ્રીસંત આગામી લોકસભાની ચૂંટણીમાં શશિ થરૂરને હરાવવા માંગે છે પરંતુ..

મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી સાથે દેશના 12 રાજ્યોની 66 બેઠકો પર વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણી યોજાશે. રાજ્યની 6 બેઠકો પર પણ આગમી 21મી ઑક્ટોબરે પેટાચૂંટણી યોજાશે.
First published: September 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading