મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોત, રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ કરી પુષ્ટિ

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોત, રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ કરી પુષ્ટિ
પ્રતીકાત્મક તસવીર

Delta plus variant: શુક્રવારે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત થયેલા વ્યક્તિનું મૃત્યું થયું છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope)એ આ અંગેની જાણકારી આપી હતી.

  • Share this:
    મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ (Delta plus variant)થી સંક્રમિત થયેલા વ્યક્તિનું શુક્રવારે મોત થયું છે. આ અંગેની જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Maharashtra Health Minister Rajesh Tope)એ આપી હતી. રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 દર્દીઓમાંથી એક દર્દીનું મોત થયું છે. મૃતકની ઉંમર 80 વર્ષ કહેવામાં આવી રહી છે. વ્યક્તિ અન્ય બીમારીથી પણ પીડિત હતા. રાજ્યમાં ડેલ્ટા પ્લસના રત્નાગિરીમાં નવ, જલગાંવમાં સાત, મુંબઈમાં બે, પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ સામે આવ્યા છે.

    સુરતના માથે જોખમ



    મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના જે કેસ નોંધાયા છે તેમાં સુરતથી આવેલા બે વ્યક્તિ શામેલ હોવાની માહિતી મહારાષ્ટ્ર સરકારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી છે. આ સાથે જ સુરત માથે સંકટ વધી ગયું છે. આ વ્યક્તિઓ કોણ છે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. મહારાષ્ટ્ર સરકારે તપાસ કરતા ડેલ્ટા પ્લસ વાયરસથી સંક્રમિત બંને વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની જણાઈ હતી. મહારાષ્ટ્ર સરકાર પાસેથી માહિતી મળ્યા બાદ સુરતનું તંત્ર પણ દોડતું થયું છે.

    આ પણ વાંચો: આ ટેક્નોલોજી અબજોપતિએ પોતાને આપ્યું મોત! સેક્સ વર્કર સાથે લગ્ન, પછી જેલ અને હવે આપઘાત

    નોંધનીય છે કે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે ગત અઠવાડિયે એક રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોના સંક્રમણનું નવું સ્વરૂપ ડેલ્ટા પ્લસ કોવિડ-19ની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, કોવિડ-19 ટાસ્ટ ફોર્સના મેમ્બર્સ તેમજ સ્વાસ્થ્ય વિભાગના સભ્યો આ બેઠકમાં હાજર હતા.

    આ નવું સ્વરૂપ ભારતમાં સૌથી પહેલા આવેલા 'ડેલ્ટા' એટલે કે ‘B.1.617.2’ વેરિઅન્ટના મ્યૂટેશનથી બન્યું છે. ભારતમાં સંક્રમણની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હતું.

    આ પણ વાંચો: ખરા અર્થમાં ડિજિટલ ગુજરાત: નવ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનમાં 120%નો વધારો નોંધાયો


    મહારાષ્ટ્રમાં કોવિડ-19થી એક લાખથી વધારે મોત

    મહારાષ્ટ્રમાં ગુરુવારે કોવિડ-19ના 9844 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 60 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 197 મોત થયા છે. આ જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આપી હતી. સ્વાસ્થ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 60,07,431 થઈ છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યારસુધી કુલ 1,19,859 લોકોનાં મોત થયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ