શિવસેનાને કૉંગ્રેસનો સમર્થન પત્ર કેમ ન મળ્યો? વાંચો Inside Story

News18 Gujarati
Updated: November 12, 2019, 10:08 AM IST
શિવસેનાને કૉંગ્રેસનો સમર્થન પત્ર કેમ ન મળ્યો? વાંચો Inside Story
સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે ફોન પર વાત કરી. (ફાઇલ તસવીર)

શરદ પવારે ફોન પર સોનિયા ગાંધી સાથે જે વાત કરી, તે સાંભળીને તેઓ ચોંકી ગયા

  • Share this:
નીરજ કુમાર, મુંબઈ : કૉંગ્રેસની વચગાળા અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ સોમવાર સાંજે દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાને પાર્ટી નેતાઓની સાથે બેઠક કરી. લગભગ બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં તેઓએ તમામ નેતાઓ સાથે વાત કર્યા બાદ પોતાનો મત જણાવ્યો. સોનિયા ગાંધીએ ત્યારબાદ આગળની રણનીતિ માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવાર (Sharad Pawar) સાથે વાત કરી. કહેવામાં આવી રહ્યું છે કે, શરદ પવારે ફોન પર સોનિયા ગાંધી સાથે જે વાત કહી, તે સાંભળીને તેઓ ચોંકી ગયા. સૂત્રો મુજબ, શરદ પવારે ફોન પર કહ્યુ કે, સરકાર બનાવવાને લઈ હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી થઈ શક્યું. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) તરફથી સરકાર બનાવવા માટે કોઈ પ્રસ્તાવ નથી આવ્યો.

સૂત્રોનું માનીએ તો, સોનિયા ગાંધીએ સોમવાર સાંજે લગભગ 6 વાગ્યે શરદ પવારને ફોન કર્યો હતો. બંનેની વચ્ચે લગભગ 15 મિનિટ સુધી વાતચીત થઈ. આ દરમિયાન શરદ પવારે જે કંઈ પણ સોનિયા ગાંધીને કહ્યુ તે સાંભળીને તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા. શરદ પવારે સોનિયા ગાંધીને કહ્યુ કે તેઓ શિવસેના સાથે ફરી વાત કરશે. સાથોસાથ આગળની વાતચીત માટે કૉંગ્રેસના નેતાઓને આજે (12 નવેમ્બર 2019) મુંબઈ મોકલવા માટે કહ્યું.

આવા જવાબની અપેક્ષા નહોતી

મૂળે, સોનિયા ગાંધીને આવા જવાબની અપેક્ષા નહોતી, કારણ કે બેઠકમાં મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓથી સોનિયાની શિવસેના-એનસીપીના નેતૃત્વમાં સરકારને સમર્થન આપવા અંગે ચર્ચા થઈ ચૂકી હતી. ત્યારબાદ સોનિયા ગાંધીએ શરદ પવારને પાર્ટીના મત વિશે જાણકારી આપવા માટે ફોન કર્યો હતો. શરદ પવાર સાથેની વાતચીત બાદ કૉંગ્રેસ અધ્યક્ષ ફરીથી તે રૂમમાં ગયા જ્યાં મહારાષ્ટ્ર કૉંગ્રેસ નેતાઓ સાથે બેઠક ચાલી રહી હતી. તેઓએ તમામને શરદ પવાર સાથે થયેલી વાતચીત વિશે જણાવ્યું. ત્યારબાદ કૉંગ્રેસે નક્કી કર્યું કે એનસીપી સાથે વાતચીત બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

'સરકાર રચવામાં કોઈ વાંધો નથી'

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સાથે જોડાયેલા કૉંગ્રેસ નેતાઓને હજુ પણ શિવસેના-એનસીપીની સાથે સરકાર બનાવવામાં કોઈ વાંધી નથી. શરદ પવારના વલણથી મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા પણ હેરાન હતા. એવું નક્કી થયું હતું કે જ્યારે મુંબઈમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત થઈ ચૂકી હતી. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેએ પણ સોનિયા ગાંધી સાથે વાતચીત કરી લીધી હતી.એન્ટની-ખડગે નથી ઈચ્છતા કે શિવસેનાના સાથવાળી સરકાર

શિવસેનાના નેતૃત્વમાં સરકાર બનાવવાના પક્ષમાં મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા છે અને સોનિયા ગાંધીને પણ તેના સામે કોઈ વાંધો નથી. પરંતુ શિવસેનાના સમર્થન આપવાના નામે મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓ અને દિલ્હી કૉંગ્રેસના નેતાઓના મત વહેંચાયેલા છે. બીજી તરફ, કેરળથી જોડાયેલા કૉંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલ અને એ.કે. એન્ટનીને શિવસેનાની સાથે સરકાર બનાવવાને લઈ વાંધો છે. આ ઉપરાંત મલ્લિકાર્જુન ખડગે પણ નથી ઈચ્છતા કે શિવસેનાની સાથે સરકાર બને. આ તમામ રાજકીય ઘટનાક્રમ છતાંય કૉંગ્રેસને મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપીની સાથે સરકાર બનાવવાને લઈ મુશ્કેલી નથી.

આ પણ વાંચો, મહારાષ્ટ્રમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન? સરકાર રચવા માટે આ છે અંતિમ 5 વિકલ્પ
First published: November 12, 2019, 9:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading