Maharashtra Crisis : મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દ્વારા શિવસેના (Shiv Sena) ના 16 બળવાખોર ધારાસભ્યોને મોકલવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ સામે મંત્રી એકનાથ શિંદે (eknath shinde) એ રવિવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં અરજી કરી છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાની વેકેશન બેન્ચ સોમવારે શિંદેની અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે. બળવાખોર ધારાસભ્યોએ રાજ્યની મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન સરકાર સામે મોરચો ખોલ્યો છે અને સરકાર પડી જવાનો ખતરો ઉભો થયો છે.
કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથેના ગઠબંધનના વિરોધમાં શિંદે અને બળવાખોર ધારાસભ્યોએ રાજ્ય છોડ્યા પછી મહારાષ્ટ્ર રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. બળવાખોર ધારાસભ્યો છેલ્લા કેટલાક દિવસોથી આસામના ગુવાહાટીમાં એક હોટલમાં કેમ્પ કરી રહ્યા છે. ઠાકરેની ટીમની ગેરલાયકાતની અરજી પર ડેપ્યુટી સ્પીકરે 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવી છે.
શિંદેની અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, ડેપ્યુટી સ્પીકર દ્વારા જારી કરવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ બંધારણની કલમ 14 અને 19(1)(જી)નું સંપૂર્ણ ઉલ્લંઘન છે, તેમજ ચૌધરીને શિવસેનાના નેતા તરીકે ઓળખવામાં ડેપ્યુટી સ્પીકરની ગેરકાયદેસરતા છે. તે એક ગેરબંધારણીય કાર્યવાહી છે. અરજીમાં જણાવાયું છે કે, અરજદાર 25 જૂનની નોટિસ/સમન્સથી નારાજ છે જે સંપૂર્ણપણે ગેરકાયદેસર, ગેરબંધારણીય છે અને નબામ રેબિયા અને બમંગ ફેલિક્સ વર્સેસ ડેપ્યુટી સ્પીકર, અરુણાચલ પ્રદેશ વિધાનસભા ( 2016)ના મામલાના નિર્ણયની પૂરી રીતે અવગણના કરે છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી 2021માં નાના પટોલેના રાજીનામાથી સ્પીકરની સીટ ખાલી છે. આમ, અયોગ્યતાની અરજી પર નિર્ણય લેવાની કોઈ સત્તા નથી કે જેના હેઠળ અરજદારને નોટિસ આપવામાં આવી છે. નોંધપાત્ર રીતે, મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયે શનિવારે શિંદે સહિત શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને સમન્સ જારી કર્યા હતા, જેમાં ગેરલાયક ઠેરવવાની માંગણી કરતી ફરિયાદોના પગલે 27 જૂનની સાંજ સુધીમાં તેમનો લેખિત જવાબ માંગવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર