Home /News /national-international /મહારાષ્ટ્ર વિધાનસભા : સ્પીકરની ચૂંટણીમાં શિંદે જૂથનો વિજય, બીજેપીના રાહુલ નાર્વેકરના પક્ષમાં પડ્યા 164 વોટ

મહારાષ્ટ્ર વિધાનસભા : સ્પીકરની ચૂંટણીમાં શિંદે જૂથનો વિજય, બીજેપીના રાહુલ નાર્વેકરના પક્ષમાં પડ્યા 164 વોટ

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પછી એકનાથ શિંદે મુખ્યમંત્રી અને ઉદ્ધવ ઠાકરે ડિપ્ટી સીએમ બન્યા છે

Mahrashtra Crisis: જીત માટે બીજેપીના રાહુલ નાર્વેકરને 145 વોટની જરૂર હતી, હરિફ રાજન સાલ્વીને 107 વોટ મળ્યા

મુંબઈ : મહારાષ્ટ્રમાં (Maharashtra)શિવસેનામાં (Shiv Sena)થયેલી ઉથલપુથલ હજુ શાંત થવાનું નામ લેતી નથી. રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભાનું (Maharashtra Legislative Assembly)બે દિવસનું વિશેષ સત્ર શરુ થઇ ગયું છે. વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાઇ હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની સ્પીકરની (speaker election)ચૂંટણીમાં એકનાથ શિંદે (CM Eknath Shinde)જૂથનો વિજય થયો છે. બીજેપીના રાહુલ નાર્વેકરના (Rahul Narvekar)પક્ષમાં 164 વોટ પડ્યા છે. આ સાથે જ તેમણે બહુમતી મેળવી લીધી છે. જીત માટે રાહુલ નાર્વેકરને 145 વોટની જરૂર હતી. મહાવિકાસ અઘાડી ગઠબંધને રાજન સાલ્વીનો પરાજય થયો છે. રાજન સાલ્વીને 107 વોટ મળ્યા હતા.

બીજેપીએ સ્પીકરની ચૂંટણી માટે પ્રથમ વખત યુવા ધારાસભ્ય રાહુલ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે મહાવિકાસ અઘાડી ગઠબંધને રાજન સાલ્વી પર દાવ ખેલ્યો હતો. 31 મહિનાની અંદર શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનવાળી મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઇ છે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પછી એકનાથ શિંદે મુખ્યમંત્રી અને ઉદ્ધવ ઠાકરે ડિપ્ટી સીએમ બન્યા છે.

એકનાથ શિંદેનો દાવો છે કે શિવસેનાના કુલ 55 ધારાસભ્યોમાંથી 39 તેમની સાથે છે. આ સિવાય 9 અપક્ષ અને 2 બીજા દળોના ધારાસભ્યો પણ તેમના સપોર્ટમાં છે. નવી સરકારમાં બીજેપીના 105 ધારાસભ્યો છે.

આ પણ વાંચો - દેવેન્દ્ર ફડણવીસ જાણતા હતા કે શિંદે બનશે મુખ્યમંત્રી

બીજેપીએ એકનાથ શિંદેને સીએમનો તાજ કેમ પહેરાવ્યો? જાણો

ગુરુવારે પૂર્વ સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ પદ માટે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાત પાછળ ભાજપની મોટી રાજકીય રણનીતિ છે અને આના કેટલાક મહત્વના કારણો પણ છે. આનું પહેલું કારણ બીએમસીની ચૂંટણી છે. આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ખતમ કરવા માટે એકનાથ શિંદેની શિવસેનાને મોટી બનાવવામાં આવશે. આ ઉપરાંત મરાઠી અને હિન્દુત્વના મુદ્દાને મોટો બનાવવા માટે ભાજપે એકનાથ શિંદેને સીએમ તરીકે ચૂંટીને મોટો માસ્ટર સ્ટ્રોક (Maharashtra Master Strock) લગાવ્યો છે.

મહારાષ્ટ્રમાં મરાઠા અને અનામતના મુદ્દે રાજ્યની જનતા ઉદ્ધવ ઠાકરે સરકારથી ખૂબ નારાજ હતી. હવે એકનાથ શિંદે પોતે મરાઠા છે અને સીએમ બન્યા છે. ભાજપ જાણે છે કે અઢી વર્ષ સુધી આ સરકારને કોઈ ખતરો નથી. તેથી એકનાથ શિંદેને સીએમ બનાવવામાં આવ્યા હતા. પડદા પાછળનું કારણ એ છે કે ભાજપ હવે આ અઢી વર્ષમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને સંપૂર્ણપણે ખતમ કરવાનો પ્રયાસ કરશે. કારણ કે એકનાથ શિંદેની શિવસેનાને હવે મોટી બનાવવી પડશે અને ઠાકરેની સામે નવી શિવસેના ઊભી કરવી પડશે.

શિંદે હવે શિવસેનાનો લોગો અને પાર્ટીનું ચૂંટણી ચિહ્ન લેવાનો પ્રયાસ કરશે

બીજેપી એકનાથ શિંદે દ્વારા સમગ્ર શિવસેનાને શિંદે છાવણીમાં લાવવાનો પ્રયાસ કરશે. એકનાથ શિંદે હવે શિવસેનાનો લોગો અને પાર્ટીનું ચૂંટણી ચિહ્ન લેવાનો પ્રયાસ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ હાઈકમાન્ડે એકનાથ શિંદેને અઢી વર્ષ માટે સીએમ બનાવવાનો નિર્ણય લીધો છે.
First published:

Tags: Eknath Shinde, Maharashtra, Shiv sena