મહારાષ્ટ્રમાં ફરીથી લાગુ થશે લૉકડાઉન? આજે સાંજે રાજ્યના લોકોને સંબોધિત કરશે ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ફરીથી લાગુ થશે લૉકડાઉન? આજે સાંજે રાજ્યના લોકોને સંબોધિત કરશે ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે (પીટીઆઈ તસવીર)

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં ઉછાળો જોતાં લૉકડાઉન કે સખ્ત પ્રતિબંધો લાદવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

 • Share this:
  મુંબઈ. મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા કેસોને જોતાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ફરીથી લૉકડાઉન લાગુ થઈ શકે છે. થોડાક દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ તેના સંકેત પણ આપ્યા હતા. તેઓએ કોરોના દર્દીઓમાં થતા વધારા પર ચિંતા વ્યક્ત કરતાં 16 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે નાગરિકો માસ્ક (Mask) પહેરે અને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ (Social Distance)નું પાલન કરવાના નિર્દેશોનું કડકાઈથી પાલન કરે કે પછી ફરી એક વાર લૉકડાઉન (Lockdown in Maharashtra)નો સામનો કરવા માટે તૈયાર રહો .

  કોરોનાના વધતા કેસોની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવાર સાંજે સાત વાગ્યે રાજ્યની જનતાને સંબોધિત કરશે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે CM ઠાકરે લૉકડાઉન (Lockdown) કે સખ્ત પ્રતિબંધો જેવા કેટલાક પગલાની જાહેરાત કરી શકે છે.  આ પણ વાંચો, COVID-19: ભારતમાં મળેલો કોરોનાનો નવો સ્ટ્રેન વધુ સંક્રામક હોઈ શકે છે- AIIMS પ્રમુખ ડૉ. ગુલેરિયા

  યવતમાલ અને અમરાવતીમાં પહેલા જ લાગુ થઈ ચૂક્યું છે લૉકડાઉન

  કોરોનાના વધતા કેસોથી ચિંતિત પૂર્વ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લા પ્રશાસને 16 જાન્યુઆરીની રાતથી દસ દિવસના લૉકડાઉનનો આદેશ આપ્યો હતો. તેના એક દિવસ પહેલા વિદર્ભ ક્ષેત્રના અમરાવતી જિલ્લામાં શનિવાર રાત્રે 8 વાગ્યાથી સોમવાર સવારે 7 વાગ્યા સુધી લૉકડાઉનની જાહેરાત પણ કરવામાં આવી હતી.

  આ પણ જુઓ, મુંબઈઃ પ્રેમમાં નિષ્ફળ યુવકે યુવતીને લોકલ ટ્રેનની નીચે ફેંકવાનો પ્રયાસ કર્યો, વીડિયો જોઈ ચોંકી જશો

  ‘લૉકડાઉનની જરૂર નથી, ડબલ લેયર માસ્ક પહેરો’

  બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારના કોવિડ-19 કાર્યદળના એક વરિષ્ઠ સભ્યએ 20 ફેબ્રુઆરીએ કહ્યું કે, લૉકડાઉન કઠોર ઉપાય છે અને વાયરસને ફેલાવાથી રોકવામાં તેનો પ્રભાવ સીમિત છે. કાર્યદળના સભ્ય અને ચિકિત્સક ડૉ. શશાંક જોશીના જણાવ્યા મુજબ, ડબલ માસ્ક પહેરવા અને સુક્ષ્મ નિરુદ્ધ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવું પ્રભાવી હોઈ શકે છે. મહારાષ્ટ્રમાં આ મહિને સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. તેઓએ એક પેનલ ચર્ચામાં કહ્યું કે, લૉકડાઉન કઠોર ઉપાય છે. તેને લાગુ કરવું સરળ લાગે છે પરંતુ તેની જરૂરિયાત નથી અને રાત્રિ કર્ફ્યૂ લગાવવાનો કોઈ અર્થ નથી.
  Published by:Mrunal Bhojak
  First published:February 21, 2021, 15:27 pm