મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે લૉકડાઉનની આહટ, રેલવે સ્ટેશનો પર ઉમટ્યા પ્રવાસી મજૂરો

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે લૉકડાઉનની આહટ, રેલવે સ્ટેશનો પર ઉમટ્યા પ્રવાસી મજૂરો
મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે લૉકડાઉનની આહટ, રેલવે સ્ટેશનો પર ઉમટ્યા પ્રવાસી મજૂરો

સ્ટેશન પરિસરમાં લોકોની જોરદાર ભીડ અને લાંબી લાઇનો જોવા મળી રહી છે

  • Share this:
    મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસને (Maharashtra Coronavirus Cases)જોતા ફરી એક વખત લૉકડાઉન (Lockdown)લાગે તેવી આહટ જોવા મળી રહી છે. આવામાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો રેલવે સ્ટેશનો પર પહોંચી રહ્યા છે. મુંબઈના કુર્લા સ્ટેશન પર રવિવારે આવી જ ભીડ જોવા મળી જ્યાં પ્રવાસી મજૂરો પોતાના ઘરે પરત ફરવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યા છે. જોકે નિયમ પ્રમાણે ફક્ત ફન્ફર્મ ટિકિટ વાળા જ યાત્રીઓને યાત્રા કરવાની મંજૂરી છે. સ્ટેશન પરિસરમાં લોકોની જોરદાર ભીડ અને લાંબી લાઇનો જોવા મળી રહી છે. જીઆરપી અને આરપીએફ સતત ભીડને કંટ્રોલ કરવાના પ્રયત્નમાં લાગી ગયા છે.

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોવિડ-19ની ચિંતાનજક સ્થિતિને ધ્યાનમાં રાખી સખત લૉકડાઉન લગાવવાનો સંકેત આપ્યો છે. મહારાષ્ટ્ર સરકાર આજે સાંજે યોજાનાર બેઠકમાં લૉકડાઉનને લઈને નિર્ણય કરશે. રાજ્યમાં શનિવારે થયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ બિગડતી સ્થિતિને જોતા લૉકડાઉનને લઇને ચર્ચા કરી હતી. મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના 55,441 નવા કેસ સામે આવ્યા હતા. 24 કલાકમાં 309 લોકોના મોત થયા છે.



    આ પણ વાંચો - અમદાવાદ : પોલીસે ફરી માનવતા દાખવી, આવી રીતે કરી રહી છે લોકોની મદદ

    રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલના સમયે 5,36,682 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. એક દિવસમાં કુલ 53,005 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:April 11, 2021, 16:43 pm

    ટૉપ ન્યૂઝ