Home /News /national-international /

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના કેસમાં થયો 80 ટકાનો વધારો

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના કેસમાં થયો 80 ટકાનો વધારો

Mumbai Corona Case Update (Shutterstock)

Mumbai Maharashtra Corona Case Update: દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. મંગળવારે મહારાષ્ટ્રમાં દૈનિક કોરોનાના કેસમાં 80 ટકાનો વધારો થયો છે, જ્યારે મુંબઈમાં કોરોનાના કેસમાં 83 ટકાનો વધારો થયો છે.

    Mumbai Maharashtra Corona Case Update: દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. મંગળવારે મહારાષ્ટ્રમાં દૈનિક કોરોનાના કેસમાં 80 ટકાનો વધારો થયો છે, જ્યારે મુંબઈમાં કોરોનાના કેસમાં 83 ટકાનો વધારો થયો છે.

    મુંબઈમાં મંગળવારે કોરોનાના 1,242 કેસ નોંધાયા


    અગાઉના દિવસોની સરખામણીએ મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના વધુ કેસ (Maharashtra Corona Case) નોંધાયા છે. મહારાષ્ટ્રમાં નોંધાયેલ કોરોનાના કુલ કેસમાંથી 90 ટકા કેસ મુંબઈના થાણે અને નવી મુંબઈમાં નોંધાયા છે.

    આ પણ વાંચો: અલ-કાયદાની ભારતને ધમકી, 'પયગંબરના અપમાનનો બદલો લઈશુ', ગુજરાત-દિલ્હી-મુંબઈ અને યુપીને બનાવશે નિશાન!

    બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) આ અંગે જણાવ્યું છે કે, કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. 29 જાન્યુઆરી બાદ કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તે સમયે મુંબઈ શહેરમાં કોરોનાના 1,411 કેસ નોંધાયા હતા અને 11 લોકોના મૃત્યુ થયા હતા.

    Kerala Corona Case: કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના બે હજારથી વધુ કેસ નોંધાયા છે અને કોરોનાના કારણે બે દર્દીઓના મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે, કેરળમાં મંગળવારે કોરોનાના નવા 2,271 કેસ નોંધાયા હતા.

    Delhi Corona Case: સોમવારે દિલ્હીમાં કોરોનાના 676 કેસ નોંધાયા હતા, મહત્વનું છે કે, દિલ્હીમાં કોરોનાને એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. 2 ફેબ્રુઆરી બાદ પહેલી વાર એક હજારથી વધુ કેસ નોંધાયા હતા. જેમાં મુંબઈમાં કોરોનાના 1,128 કેસ નોંધાયા હતા અને 7 લોકોના મૃત્યુ થયા હતા.

    મુંબઈમાં મંગળવારે કોરોનાના કેસમાં વધારો થતા અત્યાર સુધીમાં કુલ 10,71,776 કેસ નોંધાયા છે અને 19,569 લોકોના મૃત્યુ થયા છે. માર્ચ બાદ BMCએ કોરોના ટેસ્ટીંગમાં વધારો કર્યો છે. ગત સપ્તાહે મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ ચહલે કોરોના ટેસ્ટીંગમા વધારો કરવાનો આદેશ આપ્યો હતો. સોમવારે સાંજ સુધીમાં મુંબઈમાં 17,145 લોકોનું ટેસ્ટીંગ કરતા કોરોના ટેસ્ટીંગનો આંકડો 1,72,07,993 પર પહોંચી ગયો છે.

    સોમવારે કોરોનાના કેસમાં 0.072 ટકાથી વધીને 0.098 ટકા થઈ ગયો છે. કોરોનાના કેસ વધીને 5,974 થઈ ગયા છે.

    આ પણ વાંચો: પબજી ગેમ રમવાની ના પાડી તો સગીર પુત્રએ માતાની ગોળી મારીને હત્યા કરી, બે દિવસ લાશ સાથે જ રહ્યો

    1,242 કોરોનાના દર્દીઓમાંથી 1,168 દર્દીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા નથી. જ્યારે કોરોનાના લક્ષણ ધરાવતા 76 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ 76 દર્દીઓમાંથી 10 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલના 24,600 બેડમાંથી માત્ર 254 બેડ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે 506 દર્દીઓ સાજા થતા રિકવરી રેટ 98 ટકા થઈ ગયો છે.

    મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 10,46,233 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. 31 મેથી 6 જૂન સુધીમાં કોરોનાના કેસમાં વધારો થવાનો દર 0.070 ટકા હતો.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર