સાંઈબાબાની જન્મભૂમિ પર વિવાદ વકર્યો, શિરડી રવિવારથી અનિશ્ચિતકાળ માટે બંધ

News18 Gujarati
Updated: January 18, 2020, 9:01 AM IST
સાંઈબાબાની જન્મભૂમિ પર વિવાદ વકર્યો, શિરડી રવિવારથી અનિશ્ચિતકાળ માટે બંધ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાથરીને સાંઈબાબાની જન્મભૂમિ ગણાવતાં શિરડીમાં વિરોધના સૂર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાથરીને સાંઈબાબાની જન્મભૂમિ ગણાવતાં શિરડીમાં વિરોધના સૂર

  • Share this:
શિરડી : મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) તરફથી સાંઇબાબા (Saibaba)ના જન્મને લઈ આપવામાં આવેલું નિવેદન હવે વિવાદોમાં ઘેરાયું છે. ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી નારાજ લોકોએ રવિવારથી શિરડી (Shirdi)ને અનિશ્ચિતકાળ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પાથરી (Pathri)ને સાંઈબાબાનું જન્મસ્થળ ગણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પાથરીને સાંઈની જન્મભૂમિ તરીકે વિકસિત કરવામાં આવશે અને તેના માટે 100 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે, શિરડી સાંઈબાબાની કર્મભૂમિ હતી અને પાથરી જન્મભૂમિ. ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન બાદથી લોકોમાં ઘણો ગુસ્સો છે.

શિરડીના નિવાસીઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર વાંધો ઉઠાવતાં કહ્યું છે કે સાંઈબાબાએ પોતાના સમગ્ર જીવનકાળમાં પોતાના જન્મસ્થળનો ઉલ્લેખ ક્યારેય કર્યો નહોતો. તેઓ હંમેશાથી તમામ ધર્મોને માનનારા અને પોતાના જાતિ પરવરદિગાર ગણાવતા હતા. ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી નારાજ બીજેપી સાંસદ સુજય વિખે પાટિલે કાયદાકિય લડાઈની ચેતવણી આપતાં 19 જાન્યુઆરીથી શિરડી બંધનું આહ્વાન આપ્યું છે.

ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ વધેલા વિવાદને જોતાં સાંઈબાબા સનાતન ટ્રસ્ટના સભ્ય ભાઉસાહબ વાખુરેએ જણાવ્યું કે, સાંઈબાબાના જન્મસ્થળને લઈ જે પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, તેની વિરુદ્ધ અમે શિરડી અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનું આહ્વાન આપ્યું છે. શનિવારે ગામમાં આ મુદ્દે એક બેઠક પણ મળશે. ટ્રસ્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બંધની અસર મંદિરમાં દર્શન કરનારા ભક્તો પર નહીં પડે. ટ્રસ્ટનો પ્રયાસ રહેશે કે આ દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પ્રસાદાલય અને ધર્મશાળાનું કામ રાબેતા મુજબ જ ચાલુ રહેશે.

એનસીપી અને કૉંગ્રેસે સરકારના નિર્ણયનો કર્યો બચાવ

કૉંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવેદનનો બચાવ કરતાં કહ્યું કે, સાંઈબાબાની જન્મભૂમિ વિવાદના કારણે શ્રદ્ધાળુઓની સુવિધાઓને નજરઅંદાજ ન કરી શકાય. શિરડીમાં દર વર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. બીજી તરફ, એનસીપી નેતા દુર્રાની અબ્દુલ્લાહ ખાને પણ દાવો કર્યો છે કે એ વાતના પૂરતા પુરાવા છે કે સાંઈબાબાની જન્મભૂમિ પાથરી છે. તેઓએ કહ્યું કે, શિરડી સાંઈબાબાની કર્મભૂમિ હતી, તો પાથરી જન્મભૂમિ હતી.

વિવાદનું મૂળ કારણ શું છે?

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં સાંઈબાબાની જન્મભૂમિનું નામ પાથરી ગણાવ્યું. પાથરી શિરડીથી 275 કિલોમીટરના અંતરે સ્થિત છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પરભણી જિલ્લામાં આવેલા પાથરીના વિકાસ માટે 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરતાં તેને સાંઈની જન્મભૂમિ કહી હતી.

આ પણ વાંચો, નિર્ભયાના દોષિતોને 1 ફેબ્રુઆરીએ પણ ફાંસી થવી મુશ્કેલ, આ છે ટળવાનું કારણ
First published: January 18, 2020, 8:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading