મહારાષ્ટ્રના નવા ગઠબંધનમાં ખટાસ, નાગરિકતા સંશોધન બિલને શિવસેનાએ સમર્થન આપતા કૉંગ્રેસ નારાજ

News18 Gujarati
Updated: December 11, 2019, 6:53 PM IST
મહારાષ્ટ્રના નવા ગઠબંધનમાં ખટાસ, નાગરિકતા સંશોધન બિલને શિવસેનાએ સમર્થન આપતા કૉંગ્રેસ નારાજ
ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધી (ફાઇલ તસવીર)

સોમવારે લોકસભામાં નાગરિકતા સંસોધન બિલનું શિવસેનાએ સમર્થન કર્યુ હતું. આ મામલે કૉંગ્રેસનું કહેવું છે કે શિવસેનાએ સહયોગીને વિશ્વાસમાં લેવાની જરૂર હતી.

  • Share this:
નવી દિલ્હી : મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના ત્રણ પક્ષોના ગઠબંધનમાં પ્રથમ ગ્રાસે જ માક્ષીકા જેવો ઘાટ સર્જાયો છે. શિવસેનાએ સોમવારે લોકસભામાં નાગરિકતા સંસોધન બિલનુંસમર્થન કર્યુ હતું. આ મામલે કૉંગ્રેસનું કહેવું છે કે શિવસેનાએ સહયોગીને વિશ્વાસમાં લેવા જોઈતા હતા. કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા બાલા સાહેબ થોરાટે ન્યૂઝ 18ને જણાવ્યું કે 'શિવસેનાએ સંવિધાન અને મહાવિકાસ અઘાડીના કોમન મિનિમમ પ્રોગ્રામ મુજબ વર્તવાની જરૂર હતી. ગઈકાલે આ બિલ લોકસભામાં પસાર થયું હતું રાજ્યસભામાં ચર્ચા શરૂ છે.

'શિવસેનાએ સહયોગી દળોને વિશ્વાસમાં લેવા જોઈતાં હતા'


કૉંગ્રેસના નેતા નસીમ ખાને જણાવ્યું કે 'શિવેસેનાએ બિલ સમર્થન કરતાં પહેલાં સહયોગી દળોને વિશ્વામાં લીધા નથી. સેનાનું આ પગલું ગેરબંધારણીય, અનૈતિક અને કોમન મિનિમમ પ્રોગ્રામ વિરુદ્ધ છે.' ઉલ્લેખનીય છે કે શિવસેનાએ ભાજપ-શિવસેનાના મુખ્યમંત્રી પદના ખેંચતાણ બાદ પહેલી વાર ભાજપનું સરમથ્ન કર્યુ છે. આ બિલમાં બાંગ્લાદેશ-પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની છૂટ આપે છે.

 આ પણ વાંચો : નાગરિકતા સંશોધન બિલને લઈને વિરોધ ઉગ્ર, અસમ-ત્રિપુરામાં સેના બોલાવી

'સરકારે અમારા સવાલોનો જવાબ આપવો પડશે'
શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે યૂ-ટર્ન માર્યો હતો. ઠાકરેએ જણાવ્યું હતું કે ' પાર્ટીએ લોકસભામાં સમર્થન આપ્યું પરંતુ રાજ્યસભામાં અમારા સવાલોનો જવાબ આપવો પડશે.” શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું, “રાજ્યસભામાં અમારા સમર્થનની વધારે જરૂર છે. એટલે અમારા સવાલોનો સરકારે જવાબ આપવો પડશે. દરેક જગ્યાએ વોટ બૅન્કની રાજનીતિ યોગ્ય નથી. તમે દેશને ફરી હિંદુ-મુસ્લિમમાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા છો.

 આ પણ વાંચો : વિશ્વનો નકશો બદલાશે! 20 હજાર લોકોની કુર્બાની આપી બોગનવિલ દુનિયાનો નવો દેશ બન્યો

આ બિલ મુસલમાનો વિરુદ્ધ નથી, અફવાઓ પર ધ્યાન ન આપો : અમિત શાહ

ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં બિલ રજૂ કરતાં કહ્યુ કે, નાગરિકતા સંશોધન બિલને લઈ અનેક ભ્રમ ઊભા કરવામાં આવી રહ્યા છે, તેનાથી મુસ્લિમોમાં અસમંજસની સ્થિતિ છે. હું જણાવી દઉં કે દેશના મુસલમાનોને હું આશ્વસ્ત કરવા માંગું છું કે તેમને ડરવાની જરૂર નથી. તેઓ આ દેશના નાગરિક હતા, છે અને રહેશે. આ બિલ મુસલમાનોની વિરુદ્ધ નથી, અફવાઓ પર ધ્યાન ન આપો.
First published: December 11, 2019
વધુ વાંચો
अगली ख़बर