મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યંત્રી ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddhav Thackeray)ને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે માતોશ્રી (Matoshree) બંગલાના લેન્ડલાઈન ઉપર ત્રણથી ચાર વખત ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સને પોતાને દાઉદ ઈબ્રાહિમનો (Dawood Ibrahim) માણસ ગણાવ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ માતોશ્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે મુંબઈ પોલીસ તપાસમાં લાગી છે. ઠાકરેને મળેલી ધમકી બાદ માતોશ્રીની સુરક્ષા વધારવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરોનું ઘર માતોશ્રી મુંબઈના બ્રાન્દ્રા વિસ્તારમાં છે.
મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે માતોશ્રીમાં ઓપરેટરને શનિવારે રાત્રે આશરે 10 વાગ્યે બે ફોન આવ્યા હતા. ફોનની બીજી તરફ વાત કરનાર વ્યક્તિ પોતાને દાઉદનો માણસ ગણાવતો હતો. ઠાકરેના આવાસ માતોશ્રીને બોમ્બથી ઉડાવી નાંખવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ માતોશ્રીની સુક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. મોટી માત્રામાં પોલીસ દળ તૈનાત કરી દીધું છે.
શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે રાજ્યના 19માં મુખ્યમંત્રી છે. ઉદ્ધવ ઠાકરેએ 2019માં સીએમ પદની શપથ લીધી હતી. કદ્દાવર નેતા રહેલા બાલાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ વર્ષ 2002માં રાજનીતિમાં આવ્યા હતા. તેઓ ઠાકરે પરિવારના પહેલા સદસ્ય છે જે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે.
આ પણ વાંચોઃ-સતત 20 વર્ષથી લડતા 65 વર્ષના 'દાદા' જમીન અંગે ન્યાય માટે સાઈકલ ઉપર ગીર સોમનાથથી ગાંધીનગર જવા નીકળ્યા
આ પણ વાંચોઃ-સુરતઃ જમીન દલાલ અને હીરાના વેપારીએ મિત્રની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી, વારંવાર દુષ્કર્મ આચરીને તરછોડી
આ પણ વાંચોઃ-દુઃખદ ઘટના! Online ક્લાસમાં મહિલા પ્રોફેસરની તબીયત લથડી, વિદ્યાર્થીઓ સામે જ coronaથી થયું મોત
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં તેજીથી વધી રહેલા કોરોના વાયરસને લઈને નારાજ દેખાઈ રહ્યા છે. ઠાકરેએ શનિવારે કહ્યું કે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસ સંક્રમણના મામલાની સંખ્યમાં વૃદ્ધી એ જાણવા મળે છે કે રાજ્ય સરકારને આગામી બે ત્રણ મહિનામાં સંક્રમણને રોકવા માટે ભારે પડકારનો સામનો કરવો પડશે.
રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા બેઠકમાં ઠાકરેએ આ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે પ્રતિદિન સંક્રમણના 1000થી 1100 મામલાઓ સામે આવી રહ્યા હતા. ત્યારે અમને લાગ્યું કે આપણે વાયરસના પ્રસારના શિખર ઉપર છીએ. પરંતુ છેલ્લા બે ત્રણ દિસમાં થયેલી વૃદ્ધ 1700-1900 વચ્ચે હતી. એટલા માટે ત્રણ મહિનાનો પડકાર વધારે રહેશે.