ઉદ્ધવ ઠાકરેનો ઈશારામાં બીજેપીને જવાબ, 'એટલી જોરથી થપ્પડ મારીશું કે સામેનો વ્યક્તિ પોતાના પગ પર ઊભો નહીં થઈ શકે'

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

Shiv Sena Vs BJP: ગત દિવસોમાં બીજેપી MLC પ્રસાદ લાડે કહ્યુ હતુ કે, જો જરૂર પડશે તો મધ્ય મુંબઈમાં ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના પાર્ટીના મુખ્યાલયને ધ્વસ્ત કરી દઈશું.

  • Share this:
    મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra politics)માં ફરી એક વખત વાકયુદ્ધ શરૂ થયું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddav Thackeray)એ બીજેપીને ઈશારા ઈશારામાં જ જવાબ આપ્યો છે કે, ધમકીભરી ભાષા સહન નહીં કરવામાં આવે. આવી ભાષા બોલનારને સણસણતો જવાબ આપવામાં આવશે. તેમણે બીજેપીના કોઈ પણ નેતાનું નામ લીધા વગર કહ્યુ કે, તેઓ એટલી જોરથી થપ્પડ મારશે કે તે પોતાના બીજા પગ પર ઊભો નહીં થઈ શકે. કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીનો ઈશારો બીજેપીના MLC પ્રસાદ લાડ (BJP MLA Prasad Lad) તરફ હતો. જેમણે ગત દિવસોમાં શિવસેના ભવનને ઢાળી દેવાની વાત કરી હતી. જોકે, પ્રસાદે આ અંગે સ્પષ્ટતા કરી છે કે તેમની વાતને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી છે.

    મુંબઈના બીડીડી ચાલ યુનર્વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ પોતાના ત્રણ પાર્ટીઓની ગઠબંધન વારી મહાવિકાસ આઘાડી (MVA)' સરકારે 'ટ્રિપલ બેઠક' સરકાર કહી હતી. મહારાષ્ટ્રમાં શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી છે.

    આ પણ વાંચો: Assam Mizoram Border Dispute: મિઝોરમ પોલીસે આસામના CM હિમંત બિસ્વા સરમા સામે નોંધી ફરિયાદ

    'થપ્પડથી ડર નથી લાગતો'

    હિન્દી ફિલ્મ 'દબંગ'ના એક ડાયલોગ 'થપ્પડ સે ડર નહીં લગતા'ને યાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે, "કોઈએ પણ અમને થપ્પડ મારવાની ભાષા ન બોલવી જોઈએ. કારણ કે અમે એટલી જોરથી પલટવાર કરીને થપ્પડ મારીશું કે સામેનો વ્યક્તિ પોતાના પગ પર ઊભો નહીં થઈ શકે." ઉદ્ધવ ઠાકરેએ બીજેપી ધારાસભ્ય પ્રસાદ લાડની કથિત ટિપ્પણીનો જવાબ આપતા આવું કહ્યું હતું.

    પ્રસાદ લાડે શું કહ્યું હતું?

    ગત દિવસોમાં પ્રસાદ લાડે કહ્યુ હતુ કે, જો જરૂર પડશે તો મધ્ય મુંબઈમાં ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીના શિવસેનાના મુખ્યાલય ભવનને ધ્વસ્ત કરી દેવામાં આવશે. જોકે, તેમણે પોતાના શબ્દો પરત લેતા ખેદ વ્યક્ત કર્યો હતો. સાથે જ કહ્યુ હતુ કે મીડિયાએ આ વાતને સંદર્ભથી અલગ રીતે રજૂ કરી હતી.

    આ પણ વાંચો: રાજસ્થાનની લેડી ડોન અનુરાધા ચૌધરીની ધરપકડ, પોલીસની પકડમાંથી થઈ ગઈ હતી ફરાર



    પવાર પણ કાર્યક્રમમાં સામેલ

    ઉદ્ધવ ઠાકરેએ ચાલ પુનર્વિકાસ પ્રોજેક્ટના લાભાર્થીઓને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લાલચમાં ન આવી જવાનું કહ્યું હતું. ઠાકરેએ કહ્યુ કે, "પુનર્વિકાસ માટે નિર્માણકામોમાં મરાઠી સંસ્કૃતિને કોઈ પણ કિંમત પર સંરક્ષિત કરવી જોઈએ, કારણ કે ચાલ એક ઐતિહાસિક વારસો છે, જ્યાં ક્રાંતિકારીઓએ પોતાનું જીવન આપ્યું છે અને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનના સાક્ષી પણ છે." કાર્યક્રમમાં હાજર એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યુ કે, બીડીડી ચાલના વારસાની જાળવળી કરવી જોઈએ. મરાઠી ભાષા લોકોએ પુનર્વિકસિત ઘરોમાં જ રહેવું જોઈએ.
    Published by:Vinod Zankhaliya
    First published: