શિવસેનાએ સોનિયા ગાંધીના વખાણ કર્યા, કહ્યું- તેમના કારણે જ મહારાષ્ટ્રમાં થયું સત્તા પરિવર્તન

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાએ ફરી એકવાર બીજેપી પર નિશાન સાધ્યું છે. (PTI/FILE)

નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ હિન્દુ-મુસલમાનની વચ્ચે તિરાડ ઊભી કરીને રાજકીય લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે : શિવસેના

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena), રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) અને કૉંગ્રેસ (Congress)ના ગઠબંધનવાળી સરકાર બન્યા બાદ રાજ્યનો રાજકીય માહોલ બદલાઈ ગયો છે. દશકો સુધી કૉંગ્રેસનો વિરોધ કરનારી શિવસેના હવે તે જ પાર્ટીની સતત પ્રશંસા કરી રહી છે. પાર્ટીના મુખપત્ર સામના (Saamana)માં પ્રકાશિત સંપાદકીયમાં શિવસેનાએ કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીના વખાણ કર્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે સોનિયા ગાંધી (Sonia Gandhi)એ અલગ દૃષ્ટિકોણ ન રાખ્યો હોત તો મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન ન થાત. સાથોસાથ શિવસેનાએ નાગરિકતા સંશોધન કાયદો (CAA), NRCના માધ્યમથી બીજેપી (BJP) પર નિશાન સાધ્યું છે. સામનામાં લખવામાં આવ્યું છે કે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ હિન્દુ-મુસલમાનની વચ્ચે તિરાડ ઊભી કરીને રાજકીય લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે.

  '...તો સમગ્ર દેશમાં મળશે સમર્થન'

  બીજેપીથી દશકો જૂનું ગઠબંધન તૂટ્યા બાદ શિવસેના અને બીજેપી વચ્ચે ઘર્ષણ ઓછું થવાની નામ નથી લઈ રહી. સામનામાં પ્રકાશિત સંપાદકીયમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બીજેપીના વિરોધમાં ઊભા થવાની નિર્ણય કરી લીધો તો સમગ્ર દેશમાં તેમને ભારે સમર્થન મળશે. બીજી તરફ, શિવસેનાએ નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈ સમગ્ર દેશમાં ચાલી રહેલા ઘર્ષણ મામલે પણ બીજેપી પર નિશાન સાધ્યું છે. સામાનમાં લખવામાં આવ્યું છે કે સમગ્ર દેશમાં આગ લાગી છે, તેમ છતાંય બધું ઠીક હોવાની વાત કહેવામાં આવી રહી છે. એવા લોકોને આત્મચિંતન કરવાની જરૂર છે. આગળ લખવામાં આવ્યું છે કે હિન્દુ-મુસલમાનની વચ્ચે ખીણ ઊભી કરીને તેનો રાજકીય લાભ લેવામાં આવી રહ્યો છે.

  ગઠબંધન તૂટ્યા બાદથી જ સંબંધો વણસ્યા

  ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદથી જ બીજેપી અને શિવસેનામાં મુખ્યમંત્રીની ખુરશીને લઈ ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. અંતે આ વાતને લઈ બંને પાર્ટીઓનું દશકો જૂનું ગઠબંધન પણ તૂટી ગયું હતું. બીજેપી સૌથી મોટી પાર્ટી હોવા છતાંય રાજ્યમાં સરકાર ન બનાવી શકી. બદલાયેલી રાજકીય સ્થિતિમાં શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપીની સાથે ગઠબંધન કરી સરકાર બનાવી લીધી અને ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદથી જ બીજેપી અને શિવસેનામાં આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, ઠાકરે પરિવારનું કોઈ પહેલું સભ્ય મુખ્યમંત્રીની ખુરશી પર બેઠું છે.

  આ પણ વાંચો, સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર, હવામાન વિભાગે 6 રાજ્યો માટે જાહેર કરી 'Red Warning'
  Published by:Mrunal Bhojak
  First published: