ઉદ્ધવ ઠાકરે પાસે છે 143 કરોડ રૂપિયાની સંપત્તિ પરંતુ નથી કોઇ કાર

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેર કર્યું છે કે, તેમના અને પરિવાર પાસે કુલ 143.26 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે.

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેર કર્યું છે કે, તેમના અને પરિવાર પાસે કુલ 143.26 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે.

 • Share this:
  અમિત પાંડેય

  મુંબઇ : મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેર કર્યું છે કે, તેમના અને પરિવાર પાસે કુલ 143.26 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે. જોકે, તેમની પાસે કોઇ કાર નથી. તેમની પર 15.50 કરોડ રૂપિયાનું દેવું છે. ભારત નિર્વાચન આયેગને સોમવારે અપાયેલ ચૂંટણી સોગંદનામામાં પોતાની સંપત્તિ અને આવકનાં સ્ત્રોત અંગે જણાવ્યું હતું.

  તેમની પત્ની રશ્મિની આવક વિવિધ વેપારોથી થાય છે. તે શિવસેનાનાં મુખપત્ર 'સામના'ની સંપાદક પણ છે. ઠાકરેએ આ સોગંદનામામા જણાવ્યું કે, તેમની પાસે કોઇ કાર નથી. તેમની સામે પોલીસમાં 23 ફરિયયાદ નોંધાયેલી છે. જેમાંથી 14 ફરિયાદ 'સામના' અને 'દોપહર કા સામના' માં માનહાનિકારક સામગ્રી કે કાર્ટૂન સાથે સંબંધિત છે.

  આ પણ વાંચો -  વિધાનસભા સીટ પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન પર આજે આવી શકે છે ચુકાદો

  ઠાકરેએ પોતાના બંન્ને દીકરાઓને તેમની પર ડિપેન્ડેડ નથી તેમ જણાવ્યું છે. જોકે, હલફનામામાં તેમની સંપત્તિની યાદી નથી. ઉદ્ધવ ઠાકરેનો મોટો પુત્ર મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રીછે. અને પર્યાવરણ મંત્રાલય સંભાળે છે. સોગંદનામા પ્રમાણે, ઉદ્ધવ ઠાકરે પાસે79.56 કરોડ રૂપિયાનની સંપત્તિ છે જેમાંથી 52.44 કરોડ રૂપિયાની અચલ અને 24.14 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે. તેમની પત્ની પાસે 65.09 કરોડ રુપિયાની સંપત્તિ છે. જેમાં 28.92 કરોડ રૂપિયાની અચલ અને 36.16 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે.

  આ પણ જુઓ -    Published by:Kaushal Pancholi
  First published: