PM મોદીને મળ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - CAA-NPRથી ડરવાની જરુર નથી

News18 Gujarati
Updated: February 21, 2020, 8:50 PM IST
PM મોદીને મળ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - CAA-NPRથી ડરવાની જરુર નથી
PM મોદીને મળ્યા મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે પણ રહ્યા ઉપસ્થિત

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા પછી શુક્રવારે પ્રથમ વખત દિલ્હી આવ્યા

  • Share this:
નવી દિલ્હી : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા પછી શુક્રવારે પ્રથમ વખત દિલ્હી આવ્યા છે. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગમાં પહોંચીને પીએમ સાથે મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે તેમનો પુત્ર અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરે પણ હાજર હતા.

પીએમ સાથે મુલાકાત પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે (CAA)થી કોઈને ડરવાની જરુર નથી. એનપીઆર (NPR)દર દસ વર્ષે થનારી એક સામાન્ય પ્રક્રિયા છે. મહારાષ્ટ્રમાં એનઆરસી લાગુ નહીં કરવાની જાહેરાત કરી ચુકેલા ઉદ્ધવ ઠાકરએ સ્પષ્ટ કર્યું કે એનઆરસી મુસ્લિમો માટે ખતરો નથી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી સાથે સીએએ અને એનઆરસી ઉપર પણ ચર્ચા થઈ હતી. આ મુદ્દે મેં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી છે. આનાથી કોઈને ડરવાની જરુર નથી. એનપીઆર દર દશ વર્ષે થાય છે. કોઈનો અધિકાર છીનવાશે નહીં. સીએએ પર કહ્યું હતું કે જે લોકોએ આંદોલન ભડકાવ્યું છે તેમને સમજવાની જરુર છે. સીએએેને લઈને કોંગ્રેસ સાથે અમારી વાતચીત ચાલી રહી છે.

શિવસેના નેતા સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેની દિલ્હી યાત્રાના સંબંધમાં ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શુક્રવારે પ્રધાનમંત્રી મોદીને મળશે. રાઉતના મતે આ એક શિષ્ટાચાર મુલાકાત હશે. આ પહેલા એક કાર્યક્રમમાં મહારાષ્ટ્ર પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એરપોર્ટ પહોંચ્યા હતા.

આ પણ વાંચો - જ્યારે અમેરિકાએ મોદીને વિઝા ન આપ્યા તો 'AAINA'એ શોધી લીધી હતી આ યુક્તિ

 

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી શિવસેના અને બીજેપી સહયોગી રહી છે. જોકે ગત વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી સીએમ પદને લઈને બંને પાર્ટીઓના સંબંધ ખરાબ થયા હતા. આ પછી શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીની મદદથી રાજ્યમાં સરકાર બનાવી હતી.
First published: February 21, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading