Home /News /national-international /મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મોટી દુર્ઘટના, રેલવે સ્ટેશન પર બ્રિજનો એક ભાગ પડતા અનેક લોકો થયા ઘાયલ
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મોટી દુર્ઘટના, રેલવે સ્ટેશન પર બ્રિજનો એક ભાગ પડતા અનેક લોકો થયા ઘાયલ
મોરબી જેવી મોટી દુર્ઘટના
Bridge Collapse: ચંદ્રપુર જિલ્લામાં સ્થિત બલ્લારપુર રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના થઈ છે, જ્યાં ફૂટઓવર બ્રિજનો સ્લેબ પડવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં 10 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણ મુસાફરોની હાલત ગંભીર છે.
ચંદ્રપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટના ચંદ્રપુર જિલ્લાના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર થઈ છે, જ્યાં ફૂટઓવર બ્રિજનો સ્લેબ પડી ગયો છે. આ અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને ઈજા થઈ હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે, જેમાંથી 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, જે સમયે પુલનો સ્લેબ પડ્યો તે સમયે સ્ટેશન પર ઘણી ભીડ હતી.
તે જ સમયે, અકસ્માત બાદ, રેલવેએ વળતરની જાહેરાત કરી છે. મધ્ય રેલવેના મુખ્ય સંપર્ક અધિકારીએ માહિતી આપી હતી કે, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા અને સાધારણ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થવા માટે અન્ય હોસ્પિટલમાં ખસેડીને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુલની ઉંચાઈ લગભગ 60 ફૂટ હતી. એટલે કે અકસ્માત સમયે મુસાફરો 60 ફૂટ ઉપરથી સીધા રેલવે ટ્રેક પર પડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, કાઝીપેટ પુણે એક્સપ્રેસ પકડવા માટે ઘણા મુસાફરો પ્લેટફોર્મ નંબર 1 થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આ પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. ઉતાવળમાં ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
#WATCH | Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra's Chandrapur; people feared injured pic.twitter.com/5VT8ry3ybe
અકસ્માત સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, અકસ્માત કેટલો ખતરનાક હતો. રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર હાજર અન્ય લોકો ઘાયલોને ઉપાડવા માટે તરત જ રેલ્વે ટ્રેક પર કૂદી પડ્યા હતા અને બધાને સલામત રીતે પ્લેટફોર્મ પર લઈ ગયા હતા. તે જ સમયે, ઘટનાની માહિતી મળ્યા પછી, રેલ્વે અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર